Thu Dec 11 2025

Logo

White Logo

રાજકોટ જીએસટી વિભાગની તિજોરી છલકાઈ, : ઓક્ટોબરમાં આવક વધી

14 hours ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજકોટ જીએસટી વિભાગની માસિક આવકનો આંકડો ખૂબ જ પોઝિટીવ છે. જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતા સઘન ચેકિંગ તેમ જ માર્કેટમાં પોઝિટિવ માહોલ હોવાથી આમ બન્યું હોવાનું માનવામા આવે છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર ગયા સપ્ટેમ્બર કરતા ઓકટોબરમાં આવક 7 ટકા જેટલી વધી હતી. જેની સામે ઓકટોબર કરતા ગયા નવેમ્બર માસની આવકમાં પણ 10.17 ટકાની વૃધ્ધિ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

દરમ્યાન રાજકોટ જીએસટી વિભાગના જે.સી. એમ.એ. પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ગત એપ્રીલથી વિભાગને દર મહિને નોંધપાત્ર આવક થઈ રહી છે અને એપ્રીલથી ગત નવેમ્બર માસ સુધીમાં જ વિભાગને રૂા.2101 કરોડની નોંધપાત્ર આવક થવા પામી છે. ગત એપ્રીલથી ઓકટોબર સુધીમાં રૂા.1825 કરોડની આવક થઈ હતી, જેમાં ગત માસની રૂા.276.32 કરોડ ઉમેરાયા છે.

જોકે જીએસટીના સૂત્રોનું માનવામાં આવે તો ગઈ એપ્રિલથી વિભાગને મહિને મહિને વધુ આવક થઈ રહી છે. એપ્રિલ 2025થી નવેમ્બર 2025 દરમિયાન વિભાગે રૂ. 2101 કરોડની આવક કરી છે. નવેમ્બર મહિનામાં રૂ. 276.32 કરોડ ઉમેરાયા હતા. 

વર્ષ 2024ના નવેમ્બર મહિના કરતા આ વર્ષે વિભાગે 10 ટકા કમાણી વધુ કરી છે. જીએસટીની આવક શહેરમાં જોવા મળતા સારા આર્થિક માહોલનું પ્રતીક ગણવામાં આવે છે.