Mon Dec 08 2025

Logo

White Logo

રાધિકા મર્ચન્ટે આ કોની સ્ટાઈલ કોપી કરી? : ફોટો થયા વાઈરલ...

5 days ago
Author: Darshana Visaria
Video

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને એવો વિચાર થયો હોય કે પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે આખરે કોનો લૂક કોપી કર્યો? એવી તે શું મજબૂરી આવી પડી હશે કે તેણે કોઈનો લૂક કોપી કરવો પડ્યો વગેરે વગેરે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ.... 

અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની ટ્રેન્ડી ફેશન સેન્સથી હર હંમેશ એક નવો ટ્રેન્ડ સેટ કરે છે. સામાન્યપણે લોકો તેમની ફેશનને કોપી કરે છે, પરંતુ આ તો ગંગા ઉલટી વહી અને અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટે બીજા કોઈ નહીં પણ નણંદ ઈશા અંબાણીની સ્ટાઈલ કોપી કરી હતી અને ગ્રેસફૂલી ફ્લોન્ટ પણ કરી હતી. 

રાધિકા મર્ચન્ટ પોતાના દરેક લૂકથી લાઈમલાઈટ ચોરી લેતી હોય છે અને ફરી એક વખત તેનો એવો અવતાર સામે આવ્યો છે કે જે જોઈને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ આ વખતે રાધિકાનો આ લૂક જોઈને લોકોને ઈશા અંબાણીના આઈકોનિક જ્વેલ્ડ બ્લાઉઝની યાદ આવી હતી. ઈશા અંબાણીના આ બ્લાઉઝની ફેશનવર્લ્ડમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. 

 


 

રાધિકા ડિઝાઈનર અનામિકા ખન્નાના એક કસ્ટમ ક્રિયેશનમાં જોવા મળી હતી અને તેનો આ આઉટફિટ દજોઈને એવું લાગી રહ્યું હતું તેને કપડાંથી નહીં પણ જ્વેલરીથી જ બનાવવામાં આવ્યો છે. રાધિકાના ટોપમાં ડાયમંડ, મોતી, પન્ના અને સિલ્વર જડેલી જ્વેલરીથી સજાવવામાં આવ્યું હતું. બ્લાઉઝમાં જ્વેલરીના પીસ એ રીતે સજાવવામાં આવ્યા હતા કે જેને જોઈને એવું જ લાગે કે જાણે કોઈ સુંદર કૃતિ તૈયાર કરવામાં આવી છે. રાધિકાએ આ બ્લાઉઝની સાથે સુંદર લોન્ગ બ્લેક સ્કર્ટ સાથે સ્ટાઈલ કર્યો હતો. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં રાધિકાના આ ફોટો જોઈને તેની નણંદ ઈશા અંબાણીની યાદ આવી ગઈ હતી. ઈશા અંબાણીએ રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો જ્વેલ્ડ બ્લાઉઝ પહેરીને લોકોને ચોંકાવી દીધા હતા. ઈશાના પર્સનલ જ્વેલરી કલેક્શનમાંથી લેવામાં આવેલા પીસ આ બ્લાઉઝમાં જડવામાં આવ્યા હતા. આ બ્લાઉઝ એકદમ અનોખો લાગી રહ્યો હતો. 

 


 

હવે નેટિઝન્સ રાધિકા અને ઈશા અંબાણીના લૂકની સરખામણી કરી રહ્યા છે, પરંતુ એ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે બંને જણે એકબીજાને કડક ટક્કર આપી હતી. રાધિકાએ ઈશા અંબાણીની સ્ટાઈલને કોપી કરી હતી, પરંતુ મોર્ડન ટચ સાથે. 

એક તરફ જ્યાં ઈશાનો લૂક આર્મર સ્ટાઈલ હતો તો રાધિકા લૂક થોડો સોફ્ટ અને ફ્યુચરિસ્ટિક લાગી રહ્યો હતો. રાધિકાએ આ આઉટફિટને એટલી સારી રીતે કેરી કર્યો હતો કે જે જોઈને એવું લાગ્યું કે રાધિકા ફેશનને સમજતી જ નહીં પણ તેને જીવે પણ છે. તમે પણ રાધિકાનો વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...