Thu Jan 01 2026

Logo

White Logo

ફ્રેન્ડના સંગીતમાં ડાન્સ કરતી રાધિકા મર્ચન્ટ સાથે વચ્ચે જ થયું કંઈ એવું કે કરવું પડ્યું આ ખાસ કામ… : વીડિયો થયો વાઈરલ

4 days ago
Author: Darshana Visaria
Video

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ દર થોડા સમયે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. પોતાની સાદગી અને સિમ્પલિસિટીથી રાધિકા ફેન્સનું દિલ જિતી લેતી હોય છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેનો ક્યૂટ અંદાજ જોવા મળી રહ્યો છે. મિત્રના લગ્ન પહોંચેલી રાધિકા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતાં કરતાં જ વચ્ચે જ ડાન્સ સ્ટેપ ભૂલી જાય છે અને પછી કંઈક એવું થાય છે કે જોનારાઓ પણ ચોંકી ઉઠે છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં રાધિકા મર્ચન્ટના વીડિયોમાં તે તેના મિત્રના સંગીતમાં ડાન્સ કરતી હોય છે. જોકે, ડાન્સની તૈયારી પ્રોપર ના થઈ હોવાને કારણે રાધિકા મર્ચન્ટ લાઈનમાં સૌથી પાછળ ઊભી રહે છે. રાધિકા પોતાના મિત્રો સાથે સંગીતમાં દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ છોડ-છાડ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

વીડિયોમાં જોવા મળે છે કે રાધિકા જેવું ડાન્સ કરવાનું સ્ટાર્ટ કરે છે એટલે તે સ્ટેપ્સ ભૂલી જાય છે. રાધિકા જેવું જુએ છે કે લોકો વીડિયો બનાવી રહ્યા છે તો તે તરત જ પોતાના મિત્રોને જોઈને ડાન્સ સ્ટેપ્સ ફોલો કરવા લાગે છે. ડાન્સ સ્ટેપ્સ ભૂલી ગયા બાદ પણ રાધિકા ડાન્સ કરતાં ઊભી નથી રહી જતી એ જોઈને ફેન્સ તેના કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. રાધિકા મર્ચન્ટના આ વીડિયો લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કંઈ પણ કહો, રાધિકામાં કોન્ફિડન્સ તો છે. સ્ટેપ ભૂલી ગયા બાદ પણ તેના ચહેરા પર કોન્ફિડન્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ચહેરાની સ્માઈલ પરથી નજર હટાવવાનું જ અઘરું છે. કોઈને નહીં ખબર પડે કે તું ડાન્સ ભૂલી ગઈ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આખો અંબાણી પરિવાર રિટેલ સ્ટોર સ્વદેશ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં સ્પોટ થયો હતો. આ સમયે રાધિકા પણ જોવા મળી હતી. એ સમયે રાધિકા એકદમ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી અને તેણે પહેરેલાં શૂઝની જોરશોરથી ચર્ચા થઈ હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાધિકાએ આ આઉટફિટ સાથે પહેરેલાં લોફર શૂઝની કિંમત એક લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.