Thu Dec 11 2025

Logo

White Logo

રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો, : આરએસએસ પર પણ પ્રહાર કર્યા

1 day ago
Author: Chandrakant kanoja
Video

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે આરએસએસ પર આક્ષેપ મુક્યો હતો અને કહ્યું હતું કે તે દેશની તમામ સંસ્થાઓ પર ક્બજો ઈચ્છે છે. રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચૂંટણી સુધારા પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવ્યા હતા. 

લોકસભામાં હંગામો થયો 

રાહુલ ગાંધીએ કહ્યું, દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક કેવી રીતે થાય છે. તેમણે કહ્યું કે વ્યક્તિની લાયકાત શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી એકમાત્ર લાયકાત એ છે કે તે સંઘ સાથે સંકળાયેલો હોવો જોઈએ. જેની બાદ સત્તા પક્ષના સભ્યોએ  લોકસભામાં હંગામો કર્યો હતો.  

ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારા પર જ બોલવા કહ્યું

જયારે  સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારા પર જ બોલવા કહ્યું અને કોઈ પણ સંગઠનનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે અમે બધા અહીં વિપક્ષના નેતાને સાંભળવા આવ્યા છીએ.  જો તેઓ આ વિષય પર બોલવા નથી માંગતા તો તેઓ શા માટે બધાનો સમય બગાડી રહ્યા છે. 

ચૂંટણી પંચ પર એક સંસ્થાનો કબજો

લોકસભામાં સત્તા પક્ષના હંગામા બાદ રાહુલ ગાંધીએ  કહ્યું કે મે કશું ખોટું નથી કહ્યું, શિક્ષણ સંસ્થાઓ પર કબજો કરવામાં આવ્યો છે. સીબીઆઈ, ઈડી પર એક જ સંસ્થાએ કબજો કર્યો છે. ત્રીજી સંસ્થા ચૂંટણી પંચ પર એક સંસ્થાનો કબજો છે. જે દેશની ચૂંટણીઓને નિયંત્રિત કરે છે. મારી જોડે આના પુરાવા છે. ભાજપ લોકતંત્રને સમાપ્ત કરવા ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે. સીજેઆઈને પણ સીઈસીની નિયુક્તિ પ્રક્રિયામાંથી દુર કરવામાં આવ્યા છે. એક તરફ પીએમ મોદી અને અમિત શાહ છે અને બીજી તરફ હું છું.