Thu Dec 25 2025

Logo

White Logo

રાજસ્થાનના ઝાલોરમાં 15 ગામમાં મહિલાઓ માટે સમાજનું વિચિત્ર ફરમાન, : સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ

1 day ago
Author: Chandrakant Kanoja
Video

રાજસ્થાનના ઝાલોર જીલ્લા પંચાયતે મહિલાઓ માટે એક વિચિત્ર ફરમાન કર્યું  છે.  જેમાં 15 ગામની મહિલાઓને સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ જાહેર સમારોહના પાડોશીના ઘરે પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સ્માર્ટફોનની જગ્યાએ પેડ ફોનનો ઉપયોગ કરી શકાશે. આ અંગે સમાજના પ્રમુખનું કહેવું છે કે આ નિર્ણય મહિલા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કારણ કે મહિલા પાસે મોબાઈલ હોવાને લીધે તેનો ઉપયોગ બાળકો કરે છે બાળકોની આંખો ખરાબ થવાનો ડર રહે છે. 

ચૌધરી સમુદાયની ગાઝીપુર ગામમાં બેઠક મળી હતી 

આ અંગે મળતી માહિતી મુજબ  રવિવારે જાલોર જિલ્લાના સુંધામાતા પટ્ટીના ચૌધરી સમુદાયની ગાઝીપુર ગામમાં એક બેઠક મળી હતી. જેમાં 14 પટ્ટીના પ્રમુખ સુજાનારામ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમુદાયની પુત્રવધૂઓ અને પુત્રીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે, અભ્યાસ કરતી છોકરીઓ ઘરે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે.

હિંમતરામે બેઠકમાં નિર્ણય વાંચી સંભળાવ્યો 

આ અંગે સોસાયટીના પ્રમુખ સુજાનારામ ચૌધરીએ જણાવ્યું હતું કે પંચ હિંમતરામે બેઠકમાં નિર્ણય વાંચી સંભળાવ્યો હતો. હિંમતરામે જણાવ્યું  હતું કે દેવરામ કરનોલે આ પ્રસ્તાવ મૂક્યો હતો. ચર્ચા બાદ બધા પંચો અને જનતાએ નિર્ણય લીધો હતો કે 15 ગામોની પુત્રવધૂઓ અને પુત્રીઓ પાસે ફોન કોલ માટે કીપેડ ફોન હશે. તેમજ  અભ્યાસ કરતી છોકરીઓ માટે  સ્માર્ટફોન ફોન હોવો જરૂરી છે. તેથી તેઓ ઘરે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે.