2025ના વર્ષની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને 2025નું આ વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષના અંતમાં પણ ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ ખાસ યોગનું નિર્માણ પણ કરી રહ્યા છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ થઈ રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 30મી ડિસેમ્બરના રોજ બપોરે 12.34 કલાકે શનિ અને બુધ એકબીજાથી 90 ડિગ્રીના અંતરે આવેલું છે અને એને કારણે કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરી રહ્યા છે. શનિ અને બુધની યુતિથી બની રહેલાં આ યોગની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ યોગની ખાસ અસર જોવા મળી રહી છે.
ધનઃ
ધન રાશિના જાતકો પર બુધ અને શનિની યુતિથી બની રહેલાં આ યોગની ખાસ અસર જોવા મળશે. આ સમયે આ રાશિના જાતકોને નોકરીની નવી તક પણ મળી શકે છે. નાણાંકીય સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ ખૂબ જ સારી રહેવાની છે. તમને તમારા કામનું બોનસ વગેરે મળી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. આ સમયે તમારી અનેક ઈચ્છાઓ પણ પૂરી થઈ રહી છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાનું પ્લાનિંગ કરી શકો છો.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ કેન્દ્ર યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. આ સમયગાળામાં આ રાશિના જાતકોને કારકિર્દી અને બિઝનેસમાં પણ લાભ થઈ રહ્યો છે. કોઈ નવી તક તમારી સામે ચાલીને આવી રહી છે. કારકિર્દીમાં પણ તમને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અને આ સમયે જીવનમાં સ્થિરતા આવશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ આવશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે બુધ અને શનિની યુતિથી બની રહેલો કેન્દ્ર યોગ વિશેષ ફળદાયી રહેશે. આ સમયગાળામાં આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હશો તો તે યોજના પણ આ સમયે સાકાર થઈ રહી છે. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે. આવકમાં ઝડપથી વૃદ્ધિ થશે. બિઝનેસમાં પણ નફો થઈ રહ્યો છે.