Thu Jan 01 2026

Logo

White Logo

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓ વચ્ચે : વિદેશ પ્રધાન એસ. જયશંકર ઢાકા જશે

1 day ago
Author: mumbai samachar teem
Video

ઢાકા: બાંગ્લાદેશમાં એક તરફ હિંસા ભડકી ઊઠી છે. બીજી તરફ આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એવા સમયે આજે પૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના આજીવન અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું આજે સવારે નિધન થયું છે. જેને લઈને વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. આવતીકાલે ઢાકા ખાતે બેગમ ખાલિયા જિયાનો અંતિમસંસ્કાર કરવામાં આવશે. જેમાં અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે. આ અંતિમસંસ્કારમાં ભારતના તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકર સામેલ થવાના છે.

તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હંમેશા યાદ રહેશે 

બાંગ્લાદેશની રાજનીતિમાં દાયકાઓથી ચાલતા આવતા ‘બેટલ ઓફ ધ બેગમ્સ’નો અંત થયો છે. બાંગ્લાદેશના ઇતિહાસમાં 'આર્યન લેડી' તરીકે ઓળખાતા બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે, "ઢાકામાં પૂર્વ વડા પ્રધાન અને બીએનપી અધ્યક્ષ બેગમ ખાલિદા જિયાના નિધનના સમાચાર સાંભળીને બહું દુ:ખ થયું. હું તેમના પરિવાર અને બાંગ્લાદેશના સમગ્ર જનમાનસ પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરૂં છું. ભગવા તેમના પરિવારને આ પૂરી ન શકાય એવી ખોટને સહન કરવાની શક્તિ આપે."

પીએમ મોદીએ આગળ લખ્યું કે, "વડા પ્રધાન બાંગ્લાદેશના પહેલા મહિલા વડા પ્રધાન તરીકે, બાંગ્લાદેશમાં વિકાસ અને ભારત-બાંગ્લાદેશના સંબંધોને આગળ વધારવામાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હંમેશા યાદ રહેશે. 2015માં મને ઢાકા ખાતે તેમની સાથે થયેલી સૌહાર્દપૂર્ણ મુલાકાત યાદ છે. મને આશા છે કે, તેમના વિચાર અને વારસો ભવિષ્યમાં અમારી ભાગીદારીને સાચી દિશા આપશે. તેમના આત્માને શાંતિ મળે."

ખાલિદા ઝિયાના કાર્યકાળમાં થયા મહત્ત્વના સુધારા

ઉલ્લેખનીય છે કે, 1990માં ઇર્શાદની સત્તાનું પતન થયું અને 1991ની ચૂંટણીમાં BNPની જીત સાથે ખાલિદા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ આર્થિક સુધારાઓ, નિકાસમાં વધારો અને ‘કેરટેકર ગવર્મેન્ટ સિસ્ટમ’ લાગુ કરવા માટે યાદ કરવામાં આવે છે. 2001માં તેઓ ફરીથી સત્તામાં પાછા ફર્યા હતા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો અને ઇસ્લામી કટ્ટરપંથીઓ પરની કાર્યવાહી અંગેના વિવાદ  તેમના કાર્યકાળનો પડછાયો બની રહ્યા હતા.