બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન આજે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ પોતાનો 60મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ દિવસે ભાઈજાને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. બર્થડે પર સલમાન ખાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર લોન્ચ કર્યું છે અને આ ફિલ્મમાં ભાઈનના કેરેક્ટરની એક ઝલક જોવા મળી છે. આ સિવાય ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં...
સલમાન ખાને પોતાના ફેન્સને બર્થડે પર ખાસ સરપ્રાઈઝ આપ્યું છે. અપૂર્વા લાખિયાની નિર્દેશિત ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભાઈજાન લીડ રોલમાં જોવા મળશે. શૂટિંગ સમયના ફોટો પણ ભાઈજાન અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. હવે આજે ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ટીઝર જોઈને ફેન્સ પણ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે.
વાત કરીએ ફિલ્મના ટીઝર વિશે તો બેટલ ઓફ ગલવાનનું ટીઝર એ રીતે ફિલ્માવવામાં આવ્યું છે સલમાન ખાન જાણે ઓડિયન્સ સાથે આંખોમાં આંખો નાખીને વાત કરતો જોવા મળી રહ્યો છે. સલમાન આ ફિલ્મમાં ઈન્ડિયન આર્મી ઓફિસરના રોલમાં જોવા મળ્યો છે. ટીઝરમાં ભાઈજાનની દમદાર એક્ટિંગ અને ઝલક દર્શકોના દિલોદિમાગ પર અલગ છાપ છોડી છે. તમે પણ આ ટીઝર ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો...
ટીઝરની શરુઆત જ કેટલાક દમદાર ડાયલોગથી થાય છે અને વીડિયોમાં મૌત સે ક્યા ડરના... ડાયલોગે તો દર્શકોના દિલ જિતી લીધા હતા. થોડીક જ મિનિટ પહેલાં રીલિઝ થયેલાં ટીઝરને જોઈને ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે. આ વીડિયો પર ફેન્સ સતત લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ સલમાનના લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
ફિલ્મ બેટલ ઓફ ગલવાનની રીલિઝ ડેટ વિશે વાત કરીએ તો આ ફિલ્મ 17મી એપ્રિલ, 2026ના થિયેટરમાં રીલિઝ થઈ રહી છે અને કહેવાની જરૂર ખરી કે આ ફિલ્મ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મ એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.