Mon Dec 22 2025

Logo

White Logo

દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતીત, : એમસીડીને કરી આ ભલામણ

5 days ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ સુપ્રીમ કોર્ટે આ અંગે મહત્વપૂર્ણ ભલામણ કરી છે. જેમાં કોર્ટે એમસીડીને જણાવ્યું છે કે આગામી વર્ષ 31 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી ટોલ વસુલી દુર કરવામાં આવે. કારણ કે ટોલ વસૂલાત દરમિયાન ટ્રાફિક જામ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.

એમસીડીને ટોલ બૂથને ખસેડવા નિર્દેશ

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમસીડીને ટોલ બૂથને ખસેડવા અને એક અઠવાડિયામાં આ બાબત પર વિચાર કરીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કહ્યું કે વિકલ્પ તરીકે ટોલ વસુલીને એમસીડીને હિસ્સો આપવા પર વિચાર કરે. કોર્ટે એમસીડીને ઠપકો આપતા કહ્યું, કે તમે કાલથી નાણા ખાતર કનોટ પ્લેસમાં પણ ટોલ વસૂલવાનું શરૂ કરશો.

ટોલ લાંબા ટ્રાફિક જામનું કારણ

આ સુનાવણી દરમિયાન કોર્ટને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું મુખ્ય કારણ રહેલી સમસ્યાઓ વિશે જાણ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી-ગુરુગ્રામ એમસીડી ટોલ પ્લાઝાનો પણ સમાવેશ થાય છે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ ટોલ લાંબા ટ્રાફિક જામનું કારણ બને છે. કાર, મોટરસાયકલ અને અન્ય વાહનોના લીધે પ્રદૂષણ વધારો કરે છે.

ગુરુગ્રામમાં પણ ગંભીર પ્રદૂષણ

આ મુદ્દે વકીલે કોર્ટને જણાવ્યું કે એમસીડી ટોલને કારણે ગુરુગ્રામ પણ ગંભીર પ્રદૂષણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સીજેઆઈએ કહ્યું કે આ આરોપો નથી પરંતુ વાસ્તવિકતા છે.જેની લોકોને અસર થઈ રહી છે. સીજેઆઈએ કહ્યું કે ટોલના કારણે લોકો લગ્નોમાં હાજરી આપવા જતા નથી અને લોકો અહીં ટ્રાફિક જામથી ખૂબ ડરી ગયા છે.