Tue Dec 16 2025

Logo

White Logo

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં વિલંબ: : સુરત મનપાએ બેદરકાર કોન્ટ્રાક્ટરને કરોડોનો દંડ ફટકાર્યો...

3 hours ago
Author: Devayat Khatana
Video

સુરત: શહેરનું ઘરેણું ગણાતા ડુમસ બીચના કાયાકલ્પ માટે હાથ ધરવામાં આવેલ 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'માં થઈ રહેલા અસહ્ય વિલંબને પગલે સુરત મહાનગરપાલિકા લાલઘૂમ થઈ છે. પ્રોજેક્ટના ઝોન-1ના કામમાં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર એજન્સી એમ. પી. બાબરિયા પર રૂ. 3.32 કરોડનો તોતિંગ દંડ ફટકાર્યો હતો. 

એટલું જ નહીં, જો કામમાં સુધારો નહીં થાય તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી જયેશ એ. દલાલ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ સામે પણ કડક પગલાં લેવાની નોટિસ આપવામાં આવી હતી.

માર્ચ 2024માં આ પ્રોજેક્ટ અંતર્ગત ઇકો-ટૂરિઝમ પાર્ક અને રિક્રિએશનલ ડેવલપમેન્ટની જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. અનેક વખતની લેખિત અને મૌખિક સૂચનાઓ છતાં કામની ગોકળગતિ ધીમી રહી હતી. 

ગત 9 ઓક્ટોબરના મેયર, કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 15 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, 8 ડિસેમ્બરના રોજ કમિશનર દ્વારા કરવામાં આવેલી સીધી તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.