Tue Jan 06 2026

Logo

White Logo

ટી બોર્ડે કર્મચારીઓના પુનર્ગઠનના અભ્યાસનું : કાર્ય એનપીસીને સોંપ્યું

3 weeks ago
Author: Ramesh Gohil
Video

કોલકાતાઃ ટી બોર્ડે તેના કર્મચારીઓની વર્તમાન ફરજો અને જવાબદારીઓ અંગેની માહિતીઓ મેળવવા માટેના અભ્યાસ (કેડર  રિસ્ટ્રક્ચરિંગ) માટેનું કાર્ય નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ)ને સોંપ્યું છે.

બોર્ડે જણાવ્યું હતું કે આ અભ્યાસનો હેતુ દરેક કર્મચારીઓની વર્તમાન નોકરી અને તેની સાથે સંકળાયેલી ફરજ અને જવાબદારીઓ અંગેની માહિતી મેળવવાનો છે. આ માટે કર્મચારીઓને એક પ્રશ્નાવલીનું ફોર્મ મોકલવામાં આવ્યું છે જે ભરીને તેના વિશ્લેષણ માટે બોર્ડને મોકલવાનું રહેશે. 

વધુમાં બોર્ડે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રશ્નાવલી કર્મચારીઓની વર્તમાન નોકરી અંગેના પ્રદર્શન વિશે કોઈ માહિતી મેળવવાનો પ્રયાસ નથી કરતી, પરંતુ ફક્ત તે જ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે, જે કર્મચારી દ્વારા પરિપૂર્ણ કરવા જરૂરી છે.