મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારની દ્રષ્ટિએ ખૂબ જ આશાસ્પદ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી દૂર થશે, ખાસ કરીને મોસાળ પક્ષ તરફથી ધન લાભ મળવાની પ્રબળ શક્યતા છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્નને લઈને જે અવરોધો હતા, તે દૂર કરવા માટે આજે તમે સહકર્મીઓ કે મિત્રો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલશે અને તમારી મહેનતનું મીઠું ફળ મળશે. જીવનસાથે સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. આજે તમારે પોતાના કામ માટે બીજા પર નિર્ભર રહેવાને બદલે જાતે જ જવાબદારી લેશો. એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. જોકે, સંતાનના સ્વભાવ પર થોડો અંકુશ રાખવો જરૂરી છે, નહીંતર તમારી ચિંતામાં વૃદ્ધિ થઈ શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
મિથુનઃ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. મિથુન રાશિમાં જ ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે તમે બિઝનેસ માટે કોઈ મોટો અને નિર્ણાયક નિર્ણય લેશો. વર્ષોથી અટવાઈ પડેલી કોઈ ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે, જેનાથી મન હળવું થશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. પિતાના આશીર્વાદ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે.
કર્કઃ
આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેવાનો છે. નવા વર્ષમાં તમારા મોજ-શોખના ખર્ચાઓ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહ છે. મિત્રો સાથે નાની વાતમાં બોલાચાલી થવાની શક્યતા છે, તેથી વાણી પર સંયમ રાખવો. અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો, કારણ કે છેતરાવાની શક્યતા છે. રહેણીકરણીના સ્તરમાં સુધારો લાવવા માટે તમે પ્રયત્નશીલ રહેશો. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. જો તમારી કોઈ સરકારી કામ અટકી પડ્યા હશે તો આજે એ અટકી પડેલાં સરકારી કામોમાં ગતિ આવશે. જો કોઈ પ્રોપર્ટી કે પૈતૃક સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય, તો તેમાં તમારી જીત થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી પરિવારમાં આનંદ વ્યાપી જશે. જૂનું લેણું પાછું મળી શકે છે. આધ્યાત્મિકતા અને ભક્તિમાં તમારું મન પરોવાયેલું રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોને આજે કોર્ટ-કચેરીના મામલામાં મોટી રાહત મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમે સામાજિક કાર્યોમાં ફાળો આપશો. જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધીરજ ગુમાવવી નહીં. મિત્રો સાથેના જૂના વિવાદોને વધુ ન વધારવા, જેથી સંબંધો જળવાઈ રહેશે. આજે ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે અને એને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.
તુલાઃ
આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. વેપાર કરી રહેલાં જાતકોને આજે વેપારમાં અપરંપાર લાભ થઈ રહ્યો છે. આજે તમે જે પણ નવું કામ હાથમાં લેશો, તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. પરિવારની સમસ્યાઓ વડીલોની સલાહથી ઉકેલાઈ જશે. માતા-પિતા તરફથી મળેલી સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. વિરોધીઓ તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે, તેથી તેમની વાતોમાં આવ્યા વગર પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટવાયેલું કામ પણ પૂરું થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં રાહત મળશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્ય અને વાહનનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે અચાનક વાહનમાં આવી પડેલી ખરાબીને કારણે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. જીવનસાથી સાથેનો પ્રેમ વધશે અને તમે એકબીજાના પૂરક બનશો. બીજાના વિવાદમાં વગર બોલાવ્યે દખલ ન કરવી, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ખાવા-પીવાની બાબતમાં બેદરકારી ન રાખવી. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળી રહી છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ વગેરે પર જવાનું પ્લાનિંગ કરશો.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા રસ્તાઓ ખોલનારો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો સાથે આજે નવા નવા ભાગીદારો જોડાશે અને નેટવર્ક વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં જે લાંબા સમયથી તકલીફ હતી, તેમાં સુધારો જોવા મળશે. નવી નોકરી માટે અરજી કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે તમને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. ખર્ચ કરતી વખતે આવકનું ધ્યાન રાખવું જરૂરી છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે.
મકરઃ
મકર રાશિના નોકરી કરી રહેલાં જાતકોએ આજે ખાસ સાવધાની રાખવી પડશે કારણ કે આજે એમના પર કામનું દબાણ વધી રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગીમાં મર્યાદા જાળવવી. માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે. કંઈક નવું શીખવાની તમારી ધગશ આજે તમને સફળતા અપાવશે. જૂના લેણ-દેણના મામલે શાંતિથી ઉકેલ લાવવો. કુંવારા લોકો માટે આજે કોઈ સારા સારા માંગા આવી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજની દ્રષ્ટિએ કોઈ મહત્વની યાત્રા પર જવાનું થશે. આ યાત્રાને કારણે ભવિષ્યમાં મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓને આજે કંઈક નવું અને સર્જનાત્મક કરવાની પ્રેરણા મળશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને સારા સમાચાર મળવાના યોગ છે. પિતા સાથેના સંબંધો મધુર બનશે. બીજાની બાબતોમાં પડવાને બદલે પોતાના કરિયર પર ફોકસ કરો. આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્ર માટે આજે તમારે થોડી ભાગદોડ કરવી પડશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નવું કે પ્રોપર્ટી ખરીદવાની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે. આજે વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. આજે તમારી અંદર પરસ્પર સહયોગ અને મદદની ભાવના જોવા મળશે. જો પરિવારમાં અણબનાવ ચાલતો હતો, તો આજે સમાધાન થશે. પ્રવાસ દરમિયાન કિંમતી સામાનની સુરક્ષા કરવી. બિઝનેસમાં પાર્ટનર સાથે મળીને લીધેલો નિર્ણય ફાયદાકારક રહેશે. માતા સાથે કરેલી વાતચીતથી માનસિક શાંતિ મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે.