લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડો. ભીમરાવ આંબેડકરની રાજ્યમાં સ્થાપિત પ્રતિમાને લઇને મોટો નિર્ણય લીધો છે. જેમાં તેમની પ્રતિમાની તોફાની તત્વો દ્વારા કરાતી તોડફોડને રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમની પ્રતિમાની આસપાસ ચારે તરફ સેફટી વોલ બનાવવામાં આવશે. તેમજ તેની સુરક્ષા માટે એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે.
બાબા સાહેબ બધા જોખમો અંગે અવગત કરાવ્યા હતા
લખનઉમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, બાબા સાહેબ તે સમયે આપણને બધા જોખમો અંગે અવગત કરાવ્યા હતા. સીએમ યોગીએ મૌલાના મોહમ્મદ અલી જૌહરનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું કે એક વખત બાબાસાહેબે કહ્યું હતું કે જે વ્યક્તિ ભારતીય ભૂમિ પર જન્મ્યો છે. ભારતીય સુવિધાઓનો ઉપયોગ કરે છે અને છતાં ભારતીય ભૂમિને અપવિત્ર માને છે. તેમના નિવેદનો ક્યારેય ભારતીયોના હિતમાં ન હોઈ શકે.
મૌલાના મોહમ્મદ અલી જૌહરે વંદે માતરમ ગીત ગાવાનો ઇનકાર કર્યો હતો
સીએમ યોગીએ એ પણ યાદ કરાવ્યું હતું કે, વર્ષ 1923માં કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેલા મૌલાના મોહમ્મદ અલી જૌહરે વંદે માતરમ ગીત ગાવાનો ઇનકાર કર્યો હતો. તેમજ તેમણે જીવનના અંતિમ દિવસોમાં જેરૂસેલમમાં મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરી હતી. મોહમ્મદ અલી જૌહર ખિલાફત ચળવળના નેતા હતા.