નવી દિલ્હી: હાઈ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસમાં દોષિત ભાજપના પૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરીને જામીન આપતા હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે આજે પીડિતાને મોટી રાહત આપી હતી, સુપ્રીમ કોર્ટે કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે દોષિતને મુક્ત કરવામાં નહીં આવે.
વિરોધ પ્રદર્શનોને બાદ CBI દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. CBIની અપીલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સેંગરને નોટિસ પાઠવી હતી અને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે સેંગર બીજા મામલે પણ જેલમાં કેદ છે, તેથી તે જેલમાં જ રહશે.
સેંગરને ફાંસીની સજા આપવા માંગ:
વિપક્ષી દળો અને સામાજિક કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે, કેટલાક સામાજિક કાર્યકર્તાઓ કુલદીપ સેંગરને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.
દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં સક્રિય રહેલા સામાજિક કાર્યકર્તા યોગિતા ભયાના કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પીડિતા અને તેના પરિવારને ન્યાયની આશાને વધુ મજબુત બનાવે છે. તેમણે કહ્યું, "સત્યમેવ જયતે. અમને આવા જ આદેશની આશા હતી. આનાથી દેશની દીકરીઓને સંદેશ મળશે કે તેમને ન્યાય મળી શકે છે."
કોંગ્રેસના મહિલા નેતાની પ્રતિક્રિયા:
મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો, તમણે કહ્યું "આ પીડિતાની જીત છે અને સરકારના ચહરા પર થપ્પડ છે. પીડિતાના પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહ જેવા લોકો સેંગરનું સમર્થન કર્યું હતું. આ જીતની નવી શરૂઆત છે. આ નિર્ણયથી પીડિતા અને તેના પરિવારને સુરક્ષિત અનુભવ થશે. સેંગરને ફાંસી આપવી જોઈએ."
કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગ ચુકાદો આપતા જણાવ્યું કે કુલદીપ સેંગરને ફાંસીની આપવી જોઈએ અને બળાત્કારીઓ માટે કડક કાયદા બનાવવા જોઈએ.