રાંચી: વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત ધમાકેદાર રહી, રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ ખાતે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં બિહાર તરફથી રમતા 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને અનેક રેકોર્ડ્સ તોડ્યા. વૈભવે માત્ર 84 બોલમાં 190 રનની ઇનિંગ રમી, આ ઇનિંગ સાથે વૈભવ લિસ્ટ A ક્રિકેટમાં સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો અને વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ પણ તોડ્યો. વૈભવ સૂર્યવંશી વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તોડવાથી ચુકી ગયો.
આક્રામક શરૂઆત:
વિભાવ આક્રમક બેટિંગ કરવાના ઇરાદા સાથે જ ક્રીઝ પર આવ્યો હતો, તેના માત્ર 36 બોલમાં લિસ્ટ-A ક્રિકેટમાં તેની પ્રથમ સદી પૂરી કરી, આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો, આ ઉપરાંત વૈભવ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીની યાદીમાં બીજા ક્રમે આવી ગયો. આ વર્ષે અનમોલપ્રીત સિંહે 35 બોલમાં સદી પૂરી કરી હતી.
લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી મામલે વૈભવ વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયો છે, ફ્રેઝર-મેકગર્ક 29 અને એબ ડી વિલિયર્સ 31 બોલમાં સદી ફટકારી ચુક્યા છે.
એબી ડી વિલિયર્સનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો:
સદી પૂરી કર્યા બાદ વિભાવની ફટકાબાજી ચાલુ રહી, તેણે 54 બોલમાં 150 રન પુરા કર્યા આ સાથે તેને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટર એબી ડી વિલિયર્સનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. વૈભવ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવનાર બેટર બન્યો. અગાઉ આ રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે હતો, તેણે 64 બોલમાં 150 રન પુરા કર્યા હતાં:
આ રેકોર્ડ બનાવતા જરા માટે ચુકી ગયો:
વૈભવ વિશ્વ ક્રિકેટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે 190 રન પર આઉટ થઇ ગયો, ઇનિંગમાં તેણે 226.19નીઓ સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, તેણે 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા, આ ફોર્મેટમાં એક મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડીની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.
ન્યુઝીલેન્ડનો ચાડ બોવ્સ લિસ્ટ-A ક્રિકેટમાં 103 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી ચુક્યો છે.
2025નું વર્ષ શાનદાર રહ્યું:
નોંધનીય છે કે 2025નું વર્ષ વૈભવ સૂર્યવંશી માટે શાનદાર રહ્યું, તેણે રેકોર્ડની વણઝાર લાવી દીધી છે. આ વર્ષે તેણે સૌથી નાની ઉંમરે IPL ડેબ્યુ કર્યું હતું, રાજસ્થાન રોયાલ્સ તરફથી તણે સદી ફટકારી હતી અને વર્લ્ડ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો.
તાજેતરમમાં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા-A માટે રમતા તેણે માત્ર 32 બોલમાં સદી ફટકારી હતી. જો કે ફાઈનલ મેચ મેચમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં, જેમાં ભારતીય ટીમની પાકિસ્તાન સામે હાર થઇ.
વૈભવની પ્રતિભાને જોતા તે ભવિષ્ય ભારતીય ક્રિકેટ ટીમમાં રમતો જોવા મળે એવી ક્રિકેટ ચાહકોને આશા છે, BCCIના સિલેક્ટર્સ અત્યારથી જ તેના પર નજર રાખી રહ્યા છે.