Thu Jan 01 2026

Logo

White Logo

ખુલતાની સાથે જ શેરબજારમાં મોટો ઘટાડો! : આ મજબુત શેરો પણ ઘટ્યા

3 weeks ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારે ઘટાડા સાથે શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 359 પોઈન્ટના ઘટાડા સાથે 84,742 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 93 પોઈન્ટના ઘટાડા સાથે 25,867 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને ટાઇટનમાં શેરોમાં સૌથી વધારો વધારો નોંધાયો હતો, જ્યારે એશિયન પેઇન્ટ્સમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ટ્રેન્ટ, મહિન્દ્રા અને મહિન્દ્રા, રિલાયન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એટરનલ અને ટીસીએસના શેરોમાં પણ ઘટાડો નોંધાયો.

સવારે 10.05 વાગ્યે સેન્સેક્સ 628.91 (0.74%)ના ઘટાડા સાથે 84,473.77 પર અને નિફ્ટી 205.85 (0.79%)ના ઘટાડા સાથે 25,754.70 પર ખુલ્યો હતો.

ગઈ કાલે પણ શેરબજારમાં ઘટાડો નોંધાયો:

ગઈ કાલે સોમવારે પણ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગઈ કાલે સેન્સેક્સ 610 પોઈન્ટ (0.71%)ના મોટા ઘટાડા સાથે 85,102.69 પર બંધ થયો, જ્યારે નિફ્ટી-50 226 પોઈન્ટ (0.86%)ના ઘાતાડા સાથે 25,960.55 પર બંધ થયો હતો.

ફેડરલ રિઝર્વના નિર્ણયની રાહ:

આજે યુએસ ફેડરલ રિઝર્વ પોલિસી જાહેર કરી શકે છે, જેને કારણે રોકાણકારો સતર્કતા દાખવી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુએસ ફેડના વલણને આધારે રોકાણકારોમાં છે.

વૈશ્વિક શેર બજારોમાં નબળા વલણો:

સોમવારે યુએસના શેર બજાર ઘટાડા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 215.67 પોઈન્ટ(0.45%)ના ઘટાડા સાથે 47,739.32 પર બંધ થયો હતો, જ્યારે S&P-500 23.89 પોઈન્ટ(0.35%)ના ઘટાડા સાથે 6,846.51 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 32.22 પોઈન્ટ(0.14%)ના ઘટાડા સાથે 23,545.90 પર બંધ થયો હતો.
યુએસ બજારમાં નોંધાયેલા ઘટાડાને કારણે આજે એશિયન બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા હતાં.