Sat Dec 13 2025

Logo

White Logo

અભિષેક બચ્ચને ઐશ્વર્યા સાથેના ડિવોર્સની અફવાઓ : પર તોડ્યું મૌન, કહ્યું કે લોકો હંમેશા...

1 day ago
Author: darshna visaria
Video

બોલીવૂડનું પાવરફૂલ અને પોપ્યુલર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન ડિવોર્સની ચર્ચાને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યા છે અને હવે અભિષેક બચ્ચને પણ લાંબા સમયે ડિવોર્સને લઈને વાત કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિવોર્સ એ ખૂબ જ સામાન્ય છે અને દર થોડા સમયે કોઈને કોઈ કપલ ડિવોર્સ લઈ રહ્યું હોવાની વાતો સાંભળવા મળે છે. ચાલો જોઈએ અભિષેક બચ્ચને ડિવોર્સને લઈને શું કહ્યું છે, ઐશ્વર્યા રાય-બચ્ચન અને દીકરી આરાધ્યા માટે તેના વિચારો શું છે... 

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના ડિવોર્સની અફવાઓનું બજાર ખૂબ જ ગરમ રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની ડિવોર્સની વાતોથી બંને પરિવાર ખૂબ જ પ્રભાવિત થયા હતા. પરંતુ આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કપલની 14 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન શું તેના માતા-પિતાના ડિવોર્સ વિશે જાણે છે? તેની ઉપર આ બધાની શું અસર થઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ જુનિયર બચ્ચને આપ્યા છે. 

આરાધ્યા બચ્ચન પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના ડિવોર્સની શું અસર થાય છે એની વાત કરીએ એ પહેલાં આ ડિવોર્સની અફવાઓ વિશે શું કહ્યું છે એ જાણી લઈએ. અભિષેક બચ્ચને ડિવોર્સની અફવાઓને પાયાવિહોણી, ખોટી અને બકવાસ ગણાવતાં કહ્યું હતું કે અમારા સંબંધો પર હંમેશા લોકો મનઘડંત કહાનીઓ ઘડતા હોય છે. હાલમાં જ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર નથી એ વાતની સ્પષ્ટતા કરી હતી. 

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આરાધ્યા આ તમામ વાતોથી એકદમ અજાણ છે, એટલું જ નહીં પણ આરાધ્યા પાસે તો આજકાલના બાળકોની જેમ પોતાનો મોબાઈલ ફોન પણ નથી. આ જ કારણસર આરાધ્યા સુધી તો આ બધી વાતો પહોંચતી નથી. તે ખૂબ જ સમજદાર અને શાંત છોકરી છે. તેની માતા અને મારી પત્ની ઐશ્વર્યાએ તેને ખૂબ જ સારી રીતે ઉછેરી છે. 

અભિષેક બચ્ચને આગળ એવું પણ જણાવ્યું હતું કે મને નથી લાગતું કે આવી બધી વાતકો તેની પ્રાથમિક્તાઓનો હિસ્સો પણ છે. તેની પાસે ફોન નથી અને તે 14 વર્ષની છે. જો તેના મિત્રો તેની સાથે વાત કરવા માંગે છે તો તેઓ ઐશ્વર્યાના ફોન પર ફોન કરે છે. અમે લોકોએ આ વાતનો નિર્ણય ખૂબ જ પહેલાં લઈ લીધો હતો. આરાધ્યા ચોક્કસ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, પણ મને નથી લાગતું કે ગૂગલ પર અમારા નામ સર્ચ કરતી હશે. તેને અભ્યાસમાં ખૂબ જ રસ છે, સ્કુલ પસંદ છે એટલે તે પોતાના સ્ટડી મટિરિયલ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. 

આરાધ્યા વિશે વાત કરતાં અભિષેક બચ્ચને એવું પણ કહ્યું હતું કે તેની માતાએ તેને શિખવાડ્યું છે કે જે પણ વાંચે કે સાંભળે એના પર તરત જ ભરોસો ના કરવો જોઈએ. આવું જ અમારા માતા-પિતા અમારી સાથે કરતાં હતા અને આ જ કારણે જે પણ વસ્તુઓ કે વાતો અમારા સુધી પહોંચતી હતી અને એટલે જ શંકા પેદા થવાની કોઈ શક્યતા નહોતી. 

વાત કરીએ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની તો કપલ ડિફોર્સની અફવાઓ વચ્ચે પણ અવાનવાર સાથે જોવા મળે છે અને એને કારણે ફેન્સ ગૂંચવાઈ જતાં હોય છે. અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન આ વર્ષે બી હેપ્પી, હાઉસફૂલ 5 અને કાલીધર લાપત્તા જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો અને અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ કિંગમાં જોવા મળશે.