અમદાવાદઃ અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાંકરિયા કાર્નિવલમાં અત્યારે 1 લાખથી વધુ લોકો એકત્ર હોવા હોવાથી કાંકરિયાના તમામ ગેટને બંધ કરી દેવામાં આવ્યાં છે. કાર્નિવલના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી ભીડ નિયંત્રણ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે
ભીડ વધી ગઈ હોવાના કારણે સાતેય ગેટને બંધ કરી દેવામાં આવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં છે. કાંકરિયામાં ભીડ એક લાખથી વધારે આવી ગઈ હોવાના કારણે સાતેય ગેટને બંધ કરી દેવામાં આવ્યાં છે. ભીડ વધારે આવી ગઈ હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેટ પરથી અત્યારે હાલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. અત્યારે કોઈને પણ કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ આપવાની મનાઈ કરી દેવામાં આવી છે. ગેટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યાં છે.
9.15 સુધીમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયામાં આવ્યાં
25 ડિસેમ્બરે શરૂ થયેલ કાર્નિવલ કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. આજે ત્રીજા દિવસે કાંકરિયામાં 1 લાખથી વધારે લોકો આવી પહોચ્યાં છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભીડ વધી ગઈ છે અને આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે કાંકરિયાના સાતેય દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.
AMC આ આયોજન માટે 5,000 કરોડનું સુરક્ષા કવચ લીધું
આયોજનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આ વખતે, AMC એ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા 5,000 કરોડનું સુરક્ષા કવચ લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ કવર માટે આશરે રૂપિયા 4 લાખનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે, પરંતુ વીમા કંપનીના નિયમો અને શરતોએ આ સમગ્ર વીમા કવરેજને વિવાદમા મૂકી દીધું છે. નિયમ પ્રમાણે કાર્નિવલ દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો ફક્ત તે મુલાકાતીઓ જ વીમા દાવા માટે પાત્ર બનશે જેમની પાસે સત્તાવાર પ્રવેશ ટિકિટ છે. જ્યારે બીજી બાજુ હકીકત એવી છે કે કાંકરિયા કાર્નિવલ નાગરિકો માટે સંપૂર્ણપણે મફતમાં યોજવામાં આવે છે, અને કોઈ પ્રવેશ ટિકિટ આપવામાં આવતી નથી.