Tue Jan 06 2026

Logo

White Logo

ડૉ. ગૌરી પાલવે મૃત્યુ પ્રકરણ: : એસઆઇટીને પંકજા મુંડેના પીએની ત્રણ દિવસની કસ્ટડી મળી

3 weeks ago
Author: Yogesh D Patel
Video

મુંબઈ: ડૉ. ગૌરી પાલવેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ધરપકડ કરાયેલા રાજ્યનાં પ્રધાન પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અનંત ગર્જેની સોમવારે મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) કસ્ટડીમાં મેળવી હતી.

પાલિકા સંચાલિત કેઇએમ હૉસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતી ડૉ. ગૌરી પાલવેએ ઘરેલું વિવાદને લઇ 22 નવેમ્બરે વરલી વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાધો હતો. પાલવેના પિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અનંત ગર્જે, તેના ભાઇ સહિત ત્રણ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો. ડૉ. પાલવે અને ગર્જેનાં લગ્ન ફેબ્રુઆરી, 2025માં થયાં હતાં. 

અનંત ગર્જે વિરુદ્ધ ગુનો દાખલ કરાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને બાદમાં આર્થર રોડ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાંથી એસઆઇટીએ તેને કસ્ટડીમાં લીધો હતો. ગર્જેને બાદમાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ત્રણ દિવસની એસઆઇટી કસ્ટડી ફટકારાઇ હતી. ઝોન-4ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાગાસુધા આર.ના નેૃતૃત્વ હેઠળ 3 ડિસેમ્બરે સ્થપાયેલી એસઆઇટીમાં આઠ સભ્યો છે. (પીટીઆઇ)