Thu Dec 25 2025

Logo

White Logo

બાંગ્લાદેશી મુસ્લિમ કટ્ટરપંથીઓનું ટાર્ગેટ : બનેલી નાઝનીન મુન્ની કોણ છે ?

dhaka   18 hours ago
Author: MayurKumar Patel
Video

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંસા સતત વધી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશી મુસ્લિમ કટ્ટરપંથીઓનું ટાર્ગેટ નાઝનીન મુન્ની છે. તેણી બાંગ્લાદેશની ટીવી ન્યૂઝ ચેનલ ગ્લોબલ ટીવીની ન્યૂઝ હેડ છે. કટ્ટરપંથીઓ દ્વારા તેને હટાવવાની માંગ કરી છે અને જો ન કરે  તો ચેનલને ફૂંકી મારવાની ધમકી આપી હતી. આ કટ્ટરપંથીઓનું કહેવું છે કે, ચેનલે ઉસ્માન હાદીના મોતનું કવરેજ યોગ્ય રીતે કર્યું નથી.

કોણ છે નાઝનીન મુન્ની

વરિષ્ઠ પત્રકાર નાઝનીન મુન્ની હાલ ગ્લોબલ ટીવી બાંગ્લાદેશમાં ન્યૂઝ હેડ તરીકે કામ કરે છે. તે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ચેનલમાં જોડાયા હતા. આ પહેલા ડીબીસી ન્યૂઝમાં એસાઇનમેન્ટ એડિટર હતા. યુવા ગ્રુપની ધમકીઓ અંગે જણાવતા નાઝનીને ફેસબુક પોસ્ટમાં લખ્યું, એન્ટી-ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ મૂવમેન્ટના સિટી યુનિટના નામે 7-8 લોકો મારી ઓફિસે આવ્યા અને ધમકી આપી કે જો મેં નોકરી નહીં છોડી, તો તેઓ 'પ્રથમ આલો-ધ ડેઈલી સ્ટાર'ની જેમ ઓફિસને આગ લગાડી દેશે પત્રકાર નાઝનીન મુન્નીએ  જણાવ્યું કે તેમને લાગે છે કે આ ધમકી મીડિયા પર થઈ રહેલા હુમલાઓની શ્રેણીનો એક ભાગ હતી, જેનો ઉદ્દેશ્ય તેમને નોકરીમાંથી હટાવવાનો હતો.

ઘટના વિશે વિગતો આપતા નાઝનીન મુન્નીએ કહ્યું કે 21 ડિસેમ્બરની સાંજે તેમણે રિપોર્ટર્સ સાથે એક મીટિંગ કરી હતી. રાત્રે લગભગ 8:00 વાગ્યે તેમનો એક મિત્ર તેમને મળવા આવ્યો અને તેઓ તેની સાથે ગુલશનની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. રાત્રે લગભગ 8:30 વાગ્યે સાત-આઠ યુવાનોનું એક જૂથ તેમની ઓફિસે આવ્યું હતું. આ પહેલા તેઓએ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર  અહેમદ હુસૈન સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ પોતાની ઓળખ એન્ટી-ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ મૂવમેન્ટના મેટ્રોપોલિટન યુનિટના સભ્યો તરીકે આપી હતી. પરંતુ ફોન કોલ દરમિયાન તેઓએ આવવાનું કારણ જણાવ્યું નહોતું.

નાઝનીન મુન્નીએ જણાવ્યું હતું કે, એ યુવાનોએ MD સાથે મુલાકાત કરીને સૌથી પહેલા એવું કહ્યું કે ઇન્કિલાબ મંચના પ્રવક્તા શહીદ શરીફ ઉસ્માન હાદીના મૃત્યુનું કવરેજ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે મારો ઉલ્લેખ કર્યો. તે યુવાનોએ MDને કહ્યું કે, તમે નાઝનીન મુન્નીને કેમ રાખ્યા છે? તે અવામી લીગની સમર્થક છે. તેને નોકરી પર રાખી શકાય નહીં. તેને હટાવી દો. 

નાઝનીન મુન્નીએ જણાવ્યું કે, આ લોકોએ ચેનલના એમડી અહમદ હુસૈનને એક કાગળ આપ્યો હતો અને તેના પર સહી કરવા જણાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 48 કલાકની અંદર નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે. MDએ આ કાગળ પર સહી કરવાની ના પાડી હતી. જે બાદ આ લોકો ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું- અમે જે ઈચ્છીશું તે જ થશે. પહેલા આલો અને ધ ડેઇલી સ્ટાર પણ કશું કરી શક્યા નથી. તમે પણ કંઈ નહીં કરી શકો.

નાઝનીન મુન્નીએ કહ્યું, આ લોકો મારો અવામી લીગ સાથે સંબંધ છે તેમ સાબિત કરતા એક પણ પુરાવા આપી શક્યા નહોતા. હું ધમકીઓથી ડરવાની નથી.