નાગપુર: સાસરીયાના ત્રાસથી બેંગલુરુના રહેવાસીએ મા-દીકરાએ નાગપુરની હોટલમાં આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. મૃતક યુવકના દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના દોઢ મહિનામાં જ એવું તે શું થયું કે મા-દીકરા બન્નેએ બેંગલુરુથી લઈને છેક નાગપુરની હોટલમાં આવીને આપઘાત કરવો પડ્યો?
આ અંગે મળતી વિગતો અનુસાર, બેંગલુરુંના રહેવાસી સુરજના લગ્ન દોઢ મહિના પહેલા જ થયા હતા. લગ્ન બાદ સુરજની પત્નીએ આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટમાં સાસરિયા પર આક્ષેપ કર્યો હતો. આ અંગે યુવતીના પરિજનોએ યુવતીના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મૃતક યુવતીએ સાસરિયા પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આથી યુવક અને તેની માતા બન્ને નાગપુર આવી ગયા હતા અને બન્ને એક સ્થાનિક હોટલમાં રોકાયા હતા. બન્નેએ એ જ હોટલમાં આપઘાત કરી લીધો હતો, આ ઘટનામાં દીકરાનું મોત થઇ ગયું હતું.