Thu Jan 01 2026

Logo

White Logo

અમદાવાદમાં નવા વર્ષે જ દુર્ઘટના: આંબાવાડીમાં : કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

2 hours ago
Author: Devyat Khatana
Video

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાય હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા. 

મળતી વિગતો અનુસાર, આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મુળ રાજસ્થાનના શાંતિલાલ માનત અને દેવિલાલ ભીલનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી હતી. 

અન્ય એકની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો અનુસાર, સવારે જ શ્રમિકોએ સેન્ટિંગ બાંધાવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.