Mon Jan 05 2026

Logo

White Logo

દાહોદ 10 ડિગ્રીએ ઠર્યું, : નલિયાને પાછવ મૂકી અમરેલી વધારે ઠંડુગાર શહેર

3 weeks ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ઋતુ જોઈએ તેવી જામતી નથી. ડિસેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વહેલી સવાર અને મોડી સાંજે ઠંડીનો થોડો ચમકારો વર્તાય છે. રાજ્યના આઠથી નવ મથક એવા છે જ્યાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ મથક રહેતુ હોય છે, પરંતુ આ વખતના શિયાળામાં સૌરાષ્ટ્રનું અમરેલી અને મધ્ય ગુજરાતનું દાહોદ ઠંડીમાં નલિયા સાથે સ્પર્ધામાં હોય તેમ જણાઈ રહ્યું છે.

રવિવારે દાહોદનું લઘુત્તમ તાપમાન 10.9 ડિગ્રીએ પહોંચતા તે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર સાબિત થયું હતું જ્યારે અમરેલીમાં 11.2 અને નલિયામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરા શહેર અમદાવાદ કરતા વધારે ઠંડુ સાબિત થયુ હતું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી અને ડીસામાં 13.8 નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 14.9 ડિગ્રી નોંધાયું હતું.

સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ 12.6 ડિગ્રી અને પોરબંદરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી સુધી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી અઠવાડિયામાં વાતાવરણમાં ખાસ કોઈ ફેરબદલ નોંધાશે નહીં. હવા સૂકી રહેશે અને લઘુત્તમ તાપમાન મોટાભાગના મથકોમાં 14થી 15 ડિગ્રી આસપાસ રહેશે.