Tue Dec 16 2025

Logo

White Logo

ગોવા નાઈટ કલબ અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ મંગળવારે દિલ્હી પહોંચશે, : ગોવા પોલીસ કસ્ટડી લેશે

1 day ago
Author: chandrakant kanojia
Video

નવી દિલ્હી : ગોવા નાઈટ કલબ અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ મંગળવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે.ગોવા પોલીસે એરપોર્ટ પરથી જ તેમની કસ્ટડી લઈને કોર્ટમાં રજુ કરશે. અગ્નિકાંડની જાણકારી મળતા જ બંને ભાઈઓ દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમજ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. 6 ડિસેમ્બરના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

બંને ભાઈઓની પૂછપરછ કરવામાં આવશે

ગોવા પોલીસ દ્વારા આ અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સને કોર્ટમાં રજુ કરીને  ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવશે. જેની સમગ્ર કેસની તપાસમાં મહત્વપૂર્ણ કડી છે. આ રિમાન્ડ મળતા જ બંને ભાઈને ગોવા લઈ જવામાં આવશે. તેમજ ગોવા નાઈટ ક્લબ આગ મુદ્દે બંને ભાઈઓની પૂછપરછ કરવામાં આવશે. જેમાં આરોપીને ઘટના સ્થળે પણ લઈ જવામાં આવશે.

25 લોકોના મોત થયા 

ઉલ્લેખનીય છે કે,  6 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોવાના આરપોરા ગામમાં "બિર્ચ બાય રોમિયો લેન" નાઈટ ક્લબના સહ-માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ નાઈટ ક્લબની લાકડાની છત પર આગ લાગી અને ધીમે ધીમે તે આખા ક્લબમાં ફેલાઈ હતી. જેમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ સહિત 25 લોકોના મોત થયા.

દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા

તેમજ  નાઈટ ક્લબમાં આગ લાગવાની જાણ થતાં લુથરાભાઈઓ વહેલી સવારે દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમને  થાઈલેન્ડથી નવી દિલ્હી પરત લાવવામાં આવી રહ્યા છે.