નવી દિલ્હી : દેશમાં મોંઘવારીમાં વધારો નોંધાયો છે. જેમાં સરકારે શુક્ર્વારે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર માસમાં છુટક ફુગાવાનો દર 0.71 નોંધાયો છે. જેનું કારણ શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક અને ઇંધણના ભાવમાં વધારો હતો. ઓક્ટોબર માસમાં જીએસટીના દરોમાં ઘટાડાના લીધે છુટક ફુગાવાનો દર 0.25 હતો.
નવેમ્બરમાં ઇંધણ અને વીજળી ખર્ચનો ફુગાવો 2.32 ટકા
શુક્રવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)ના ડેટા અનુસાર, નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોનું અવમૂલ્યન 3.91 ટકા હતું. જે ઓક્ટોબરમાં 5.02 ટકા હતું. NSO ના અહેવાલ મુજબ નવેમ્બરમાં મુખ્ય ફુગાવામાં વધારો શાકભાજી, ઇંડા, માંસ અને માછલી, મસાલા અને ઇંધણ અને વીજળી ખર્ચના વધારાના કારણે થયો હતો. ખાસ કરીને નવેમ્બરમાં ઇંધણ અને વીજળી ખર્ચનો ફુગાવો 2.32 ટકા હતો. જે ઓક્ટોબરમાં 1.98 ટકા કરતા વધારે હતો.
આરબીઆઈએ વર્ષ 2026 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ સુધાર્યો
આ મહિનાની શરૂઆતમાં, ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ઘટાડીને 2 ટકા કર્યો હતો, જે અગાઉ 2.6 ટકા અંદાજવામાં આવ્યો હતો. આરબીઆઈ એ જણાવ્યું હતું કે અર્થતંત્ર ઝડપથી ફુગાવો ઘટી રહ્યો છે. આરબીઆઈએ નીતિગત વ્યાજ દર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.25 ટકા કર્યો હતો. ભારતીય અર્થતંત્રને નીચા ફુગાવા સાથે ઉચ્ચ વૃદ્ધિના સંતુલિત ગણાવ્યું હતું. ભારતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8 ટકા અને જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જેની બાદ આરબીઆઈએ વર્ષ 2026 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.3 ટકા કર્યો હતો. જે અગાઉ 6. 8 ટકા હતો.