ભારતીય રેલવે (Indian Railway) આજે દુનિયાનું સૌથી વિશાળ એવું ચોથું રેલવે નેટવર્ક છે અને દરરોજ ઈન્ડિયન રેલવે દ્વારા હજારો ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કે છે. ઈન્ડિયન રેલવે પણ પ્રવાસીઓની સુવિધાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને એના જ ભાગરૂપે રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે અલગ સાઈન બોર્ડ્સ વગેરે લગાવવામાં આવતા હોય છે. જો તમે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેન જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે ટ્રેનના કોચ પર પીળી કે સફેદ લાઈન્સ જોવા મળે છે. પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ...
એક્સપ્રેસ ટ્રેનોના કોચ પર જોવા મળતી આ સફેદ કે પીળા રંગની લાઈન્સ કેમ હોય છે એની વાત કરીએ એ પહેલાં રેલવે કોચની ખાસિયત વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો તમને જણાવવાનું કે આઈસીએફ કોચ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા હોય છે અને તેની લાઈફ 25 વર્ષ જ હોય છે. આ જ કારણ છે કે આટલા સમય સુધી તેનો ઉપયોગ પેસેન્જર બોગી તરીકે કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને રિટાયર કરવામાં આવે છે.
જ્યારે વાત કરીએ એલએચબી કોચની તો આ કોચ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા હોય છે અને આ કોચ 30 વર્ષ સુધી જ ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમારે બંને કોચ વચ્ચેનો તફાવત જાણવો હોય તો તે ખૂબ જ સરળ છે. લાલ રંગની દેખાતી ટ્રેનમાં એલએચબી કોચ હોય છે એટલે કે મેલ એક્સ્પ્રેસ, સુપર ફાસ્ટ, રાજધાની, શતાબ્દી, દુરંતો અને તેજસ જેવી તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાવવામાં આવ્યા છે.
હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે ટ્રેનના કોચ પર જોવા મળતી સફેદ કે પીળી લાઈન્સ કેમ બનાવવામાં આવે છે એની. ટ્રેનોના કોચ પર બનાવવામાં આવેલી આ લાઈન્સ કોચનો પ્રકાર, અને તેના ઉપયોગને દર્શાવે છે. જો કોચ પર સફેદ લાઈન્સ છે તો તે જનરલ કોચ દર્શાવે છે. જ્યારે પીળી લાઈન્સ દિવ્યાંગજનોના કોચ કે મેડિકલ કોચની જાણકારી આવે છે. જ્યારે ગ્રીન લાઈન્સ લેડિઝ કોચ માટે અને લાલ અન્ય પ્રીમિયમ કે અલગ કેટેગરીના કોચને દર્શાવે છે.
કોચ પરની આ લાઈન્સને કારણે જ પ્રવાસીઓને કોચ ઓળખવામાં સૌથી વધારે મદદ મળી રહી છે. આ સિવાય જે લોકો વાંચી લખી શકતાં નથી એવા લોકો માટે પણ આ લાઈન્સ ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે.
વિવિધ રંગની લાઈન્સનું મહત્ત્વ અને કારણ સમજીએ-
સફેદઃ
જો કોચ પર સફેર રંગની લાઈન્સ જોવા મળે છે તો એનો અર્થ એવો થાય છે કે આ એક જનરલ કોચ છે અને જેના માટે કોઈ રિઝર્વેશનની જરૂર નથી પડતી.
પીળોઃ
જો કોચ પર પીળી લાઈન્સ જોવા મળે છે તો એનો અર્થ એવો થાય છે કે આ કોચ દિવ્યાંગ પ્રવાસીઓ માટે રિઝર્વ છે અને સામાન્ય પ્રવાસીઓએ એમાં પ્રવાસ કરવાથી બચવું જોઈએ.
લીલોઃ
જો ટ્રેનના કોચ પર લીલી લાઈન્સ જોવા મળે છે તો આ કોચ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે અને આ કોચમાં પુરુષ પ્રવાસીઓ પ્રવાસ કરી શકતા નથી.
લાલઃ
લાલ લાઈન્સ સામાન્યપણે પ્રીમિયમ ટ્રેન્સ જેવી રે રાજધાની, શતાબ્દીમાં આ ફર્સ્ટ ક્લાસ એસી કોચર કે હાઈ ક્લાસને દર્શાવે છે. જ્યારે મુંબઈ લોકલની વાત કરીએ તો મુંબઈ લોકમાં ફર્સ્ટ ક્લાસના કોચ દર્શાવવા માટે આ લાઈન્સ બનાવવામાં આવે છે.
ગ્રે- લાઈટ બ્લ્યુઃ
આજકાલ આઈસીએફ કોચને નવો રૂપ આપવા માટે કોચ પર ગ્રે કે પછી લાઈટ બ્લ્યુ કલરની લાઈન્સ બનાવવામાં આવે છે.