અબુ ધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે અહીં મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન (CAMERON GREEN) પર સૌની નજર હતી, તે વિદેશી ખેલાડીઓમાં સૌથી ઊંચા ભાવે વેચાવાનો હતો અને તેને મેળવવા તીવ્ર હરીફાઈ થવાની હતી અને આ બધી ધારણા સાચી પડી છે અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં મેળવીને આઇપીએલના વિદેશી ખેલાડીઓના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે.
ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને 2024ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 23.75 રૂપિયાના તોતિંગ ભાવે ખરીદીને આશ્ચર્ય ફેલાવ્યું હતું. જોકે તે ધારણા જેવું નહોતો રમ્યો અને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ તેને આ વખતે હરાજીમાં મૂકી દીધો હતો. 2025ની આઇપીએલની વિજેતા ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ આ વખતે તેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 7.00 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.
આઇપીએલના આજના મિની ઑક્શનના સૌથી મોંઘા ખેલાડીઓ
ખેલાડી ટીમ બેઝ પ્રાઇસ કેટલામાં ખરીદાયો
કૅમેરન ગ્રીન કોલકાતા 2.00 25.20
વેન્કટેશ ઐયર બેંગલૂરુ 2.00 7.00
ડેવિડ મિલર દિલ્હી 2.00 2.00
બેન ડકેટ દિલ્હી 2.00 2.00
જૅકબ ડફી બેંગલૂરુ 2.00 2.00
વનિન્દુ હસરંગા લખનઊ 2.00 2.00
ફિન ઍલન કોલકાતા 2.00 2.00
ક્વિન્ટન ડિકૉક મુંબઈ 1.00 1.00
(નોંધઃ તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)
આજે કયા ખેલાડીઓને કોઈએ નથી ખરીદ્યા
ખેલાડી બેઝ પ્રાઇસ
મૅટ હેન્રી 2.00
આકાશ દીપ 1.00
જૅમી સ્મિથ 2.00
જૉની બેરસ્ટૉ 1.00
રહમનુલ્લા ગુરબાઝ 1.50
શ્રીકાર ભરત 0.75
દીપક હૂડા 0.75
વિઆન મુલ્ડર 1.00
લિઆમ લિવિંગસ્ટ 2.00
રચિન રવીન્દ્ર 2.00
ગસ ઍટક્નિસન 2.00
સરફરાઝ ખાન 0.75
ડેવૉન કૉન્વે 2.00
પૃથ્વી શૉ 0.75
જેક ફ્રૅઝર-મૅકગર્ક 2.00
(નોંધઃ તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)