Thu Jan 01 2026

Logo

White Logo

મારિયા મચાડોની દીકરીએ : કેમ સ્વીકાર્યો નોબેલ શાંતિ પુરસ્કાર?

3 weeks ago
Author: Mumbai Samachar Team
Video

ઓસ્લો: વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોની દીકરીએ આજે તેની માતા તરફથી નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મચાડો સમારોહમાં હાજર રહેશે નહીં.

મચાડો નવ જાન્યુઆરીથી જાહેરમાં જોવા મળ્યા નથી. નવમી જાન્યુઆરીએ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં એક વિરોધ પ્રદર્શનમાં સમર્થકો સાથે સામેલ થયા બાદ તેમને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારથી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી.

નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ જોર્જેન વાટને ફ્રાઇડનેસે એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું કે "મારિયા કોરિના મચાડોએ આજે અહીં સમારોહમાં હાજરી આપવા માટે પોતાની તમામ તાકાત વાપરી છે. આ અત્યંત જોખમી સ્થિતિમાં એક યાત્રા છે.