Fri Jan 02 2026

Logo

White Logo

'ધુરંધર' સ્ટાઈલમાં પીએમ મોદીનો વીડિયો વાયરલ: : પુતિન, મેક્રોન અને મેલોની સાથે જોવા મળી જોરદાર કેમેસ્ટ્રી

3 weeks ago
Author: Himanshu Chavda
Video

નવી દિલ્હી:* રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર' ફિલ્મ છેલ્લા એક અઠવાડિયાથી થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. જોકે, થિયેટરમાં ફિલ્મ જોઈને આવનારા દર્શકો રણવીર સિંહના નહીં, પરંતુ અક્ષય ખન્નાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. હાલ ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી સાથેનું 'FA9LA' ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ જ ટ્રેન્ડને અનુસરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ 'FA9LA' ગીત સાથે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં દુનિયાના દિગ્ગજ નેતાઓની સાથે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી છે.

*વીડિયોમાં દર્શાવાયો PM મોદીનો ક્લાસિક ઓરા*

મધ્ય પ્રદેશ સરકારે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો ધુરંધર સ્ટાઈલનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે ધ OG ધુરંધર, જેને તમે ઓરા ફાર્મિંગ કહે છે. વાયરલ વીડિયોમાં Flipperachiના ટ્રેક 'FA9LA' સેટ પર પીએમ મોદી દુનિયાભરના નેતાઓની સાથે મુલાકાતને જોડવામાં આવી છે. 

'FA9LA' ગીત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જુદા જુદા દેશના મુખ્ય નેતાઓ સાથેનો એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. સાથોસાથ તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે That Classic Dhurandhar Aura---calm, composed, unmistakably in focus.

વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્લેક ચશ્મા અને પફર જેકેટમાં જોવા મળે છે ત્યાર બાદ તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચાલતા જોવા મળે છે. પછી તેઓ યુકેના વડા પ્રધાન કીર સ્ટારર સાથે હાથ મિલાવતા અને વાતચીત કરતા નજરે પડે છે. વીડીયોમાં આગળ તેઓ ફ્રેંચના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મેક્રોન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે પણ જોવા મળે છે. 

*PM મોદીની મહત્ત્વની ક્ષણોનો વીડિયોમાં સમાવેશ*

આ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતની ક્ષણ પણ દર્શાવી છે. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરીને સન્માન કર્યું હતું. તે દૃશ્ય પણ આ વીડિયોમાં જોવા મળે છે. સાથોસાથ PM મોદીની ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પણ દર્શાવી છે. આ ઉપરાંત, વીડિયોમાં G20, જાપાન, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને યુરોપિયલ યુનિયન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત પણ દર્શાવી છે. 

*અક્ષય ખન્ના પર ફિલ્માયું છે ગીત*

ઉલ્લેખનીય છે કે, 'ધુરંધર' ફિલ્મમાં 'FA9LA' ગીત અક્ષય ખન્ના પર ફિલ્માવ્યું છે, જેમાં અક્ષય ખન્નાએ 'રહેમાન ડકૈત'ની ભૂમિકા ભજવી છે. જેના ઇન્ટ્રોડક્શનના બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છે. આ સીન દરમિયાન અક્ષય ખન્ના એટલે કે રહેમાન ડકૈત કારમાંથી નીચે ઉતરીને સલામ કરે છે.