Mon Dec 08 2025

Logo

White Logo

શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન : ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

1 day ago
Author: Darshana Visaria
Video

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે અને તેનો સંબંધ ધન, વૈભવ, સમૃદ્ધિ અને પ્રેમ સાથે હોવાનું કહેવાય છે. દરેક ગ્રહની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ સમય પર નક્ષત્ર તેમ જ રાશિ પરિવર્તન કરે છે અને આની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. હાલમાં શુક્ર વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે અને 9મી ડિસેમ્બરના સાંજે 5.34 કલાકે તે જ્યેષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. 20મી ડિસેમ્બર સુધી તે આ રાશિમાં જ બિરાજમાન રહેશે. 

શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને નક્ષત્ર પરિવર્તનથી લાભ થઈ રહ્યો છે... 

સિંહઃ 
સિંહ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કરિયરમાં પણ પ્રગતિના યોગ છે. કામને લઈને કોઈ જગ્યાએ યાત્રા પર જવું પડી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નવા નવા ઓર્ડર મળી શકે છે. ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. પાર્ટનર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. વૈવાહિક જીવન માટે પણ આ સમય સારો રહેશે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ પરિણામો લઈને આવશે. આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ ણળી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. તમારા કામથી વરિષ્ઠ અધિકારીઓ પ્રસન્ન થશે. મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

મકરઃ 
મકર રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુકનિયાળ રહેશે. આ સમયે આ રાશિના જાતકોના મનની ઈચ્છા પૂરી થઈ રહી છે. વિદેશમાં નોકરી કરવાનું તમારું સપનું પણ આ સમયે સાકાર થઈ રહ્યું છે. કામના સ્થળે તમારી મહેનત અને નિષ્ઠાને જોઈને પ્રમોશન કે પગાર વધારો થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે.