Fri Jan 02 2026

Logo

White Logo

રેશમને બદલે પોલિએસ્ટર દુપટ્ટા: : તિરુપતિ મંદિરમાં આટલા કરોડનું કૌભાંડ

3 weeks ago
Author: Savan Zalariya
Video

તિરુપતિ: આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરમાં આવેલા તિરુમાલા મંદિરમાં રેશમ દુપટ્ટાને બદલે પોલિએસ્ટરના દુપટ્ટા પુરા પાડીને 54 કરોડ રૂપિયાનું કૌભાંડ થયો હોવાનું ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. 

તિરુમાલા મંદિરનું સંચાલન કરતા  તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટની આંતરિક તપાસમાં કૌભાંડ ખુલાસો થયો હતો. તાપસમાં જાણવા મળ્યું કે એક કોન્ટ્રાક્ટરે 2015 થી 2025 સુધી શુદ્ધ શેતૂર રેશમના દુપટ્ટાના સપ્લાય કર્યા હોવાના બિલ રજુ કર્યા હતાં, પરંતુ તેના માટે 100% પોલિએસ્ટરથી બનેલા દુપટ્ટા પૂરા પડ્યા હતાં.

આ રીતે કૌભાંડની જાણ થઇ:

TTD બોર્ડના અધ્યક્ષ બીઆર નાયડુ દ્વારાએ શંકાને આધારે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી, બાદમાં  આંતરિક તપાસમાં શરુ કરવામાં આવી હતી. તપાસ માટે દુપટ્ટાને બે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, બંને લેબોરેટરીએ જણાવ્યું કે દુપટ્ટાનું મટીરીયલ સિલ્ક નહીં પણ પોલિએસ્ટર છે. 

ABC મામલાની તપાસ કરશે:

તાપસમાં જાણવા મળ્યું કે સતત દસ વર્ષ સુધી આ ગેરરીતિ ચાલતી જેને કારણે ટ્રસ્ટને અંદાજે રૂ.54 કરોડથી વધુનું નુકસાન થયું. ટ્રસ્ટના પ્રમુખના જણાવ્યા મુજબ જે દુપટ્ટાની કિંમત લગભગ રૂ.350 છે, તેના રૂ.1,300 ચુકવવામાં આવ્યા. TTD ટ્રસ્ટે હાલના તમામ ટેન્ડર રદ કર્યા છે અને આ મામલો ફોજદારી તપાસ માટે એન્ટી કરપ્શન બ્યુરોને મોકલ્યો છે.

અગાઉ પણ થઇ ચુક્યા છે કૌભાંડ:

મંદિરના મુખ્ય દાતાઓને રેશમના દુપટ્ટા ભેટમાં આપવામાં આવે છે. વેદશિર્વચનમ જેવી મંદિરની ધાર્મિક વિધિઓમાં આ દુપટ્ટા ઉપયોગમાં લેવા આવ્યા હતાં.

નોંધનીય છે કે તિરુમાલા મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ બનાવવા માટેના ઘીની ભેળસેળનો મામલો પણ સામે આવ્યો હતો. પરકામણી (હુંડીના પૈસા) ચોરીનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો