દુનિયામાં અનેક એવા દેશ એવા છે કે જ્યાં પાણી મોંઘું છે અને બીયર સસ્તી. આવી સ્થિતમાં અનેક દેશોમી હોટેલમાં રોકાનારા ગેસ્ટને રૂમમાં વોટર બોટલની સાથે સાથે કોમ્પ્લિમેન્ટ્રી બીયરના કેન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આજે અમે તમને અહીં આવા જ એક દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં પાણી અને બોટલ પેક વોટર પણ ખૂબ જ મોંઘું વેચાય છે અને એની સરખામણીએ બિયર એકદમ સસ્તી...
અમે અહીં જે દેશની વાત કરીએ રહ્યા છીએ એ છે એશિયન કન્ટ્રી વિયેતનામ. હવે તમને થશે કે આખરે એવું કેમ? કેમ હોટેલમાં રોકાનારા ગેસ્ટને રૂમમાં બિયરના કેન કોમ્પ્લિમેન્ટ્રી આપવામાં આવે છે. વિયેટનામ સિવાય મેક્સિકો, જમૈકા અને ડોમિનિકન રિપબ્લિકન દેશોમાં કેટલાક એવા રિસોર્ટ્સ અને હોટેલ્સ છે જે રૂમમાં એક મિની બારની સુવિધા આપે છે. આ મિની બારમાં પાણી, સોડા, લોકલ બિયર અને લોકલ ફ્લેવરવાળી વાઈન પણ આપવામાં આવે છે.
હોટેલ અને રિસોર્ટ્સ દ્વારા મિની બારમાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ તમે તદ્દન ફ્રીમાં યુઝ કરી શકો છો. જો તમે તમારો આખો મિની બાર ખાલી કરી નાખો છો તો હાઉસકિપિંગ બીજા દિવસે ફરી ફ્રીમાં ભરી દે છે. આવા રિસોર્ટ્સને ઈનક્લુઝિવ રિસોર્ટ્સ કહેવાય છે. મેક્સિકોની સાથે સાછે કેરેબિયન દેશોમાં પણ આ ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત છે. આ તમારા પેકેજનો હિસ્સો હોય છે.
આવા રિસોર્ટનો અર્થ થાય છે કે તમારા હોટેલ બુકિંગની પ્રાઈઝમાં જ બધું આવી જાય છે. એક વખત પૈસા આપ્યા બાદ તમારે અલગથી બીજા કોઈ પેમેન્ટ આપવાની જરૂર નથી રહેતી. જેમાં અનલિમિટેડ ફૂડ, અનલિમિટેડ ડ્રિંક્સ, એન્ટરટેઈન્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક મોંઘી હોટેલ અને રિસોર્ટમાં બિયરની સાથે સાથે વ્હીસ્કી, વોડકા, રમની બોટલ પણ ફ્રીમાં આપવામાં આવે છે.
વિયેટનામ દુનિયાનો એવો દેશ છે કે જ્યાં બીયર સૌથી સસ્તી મળે છે અને ત્યાં એને બિયા હોઈ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બજેટ હોટેલ અને હોસ્ટેલ ગેસ્ટને સોશિયલ અવર્સ કે હેપ્પી અવર્સમાં ફ્રી બીયર સર્વ કરે છે.
વાત કરીએ બીયર અને પાણીની કિંમતો વિશે તો વિયેટનામમાં એક ગ્લાસ બીયર 5,000થી 10,000 વિયેટનામી ડોંગ એટલે કે 18થી 35 રૂપિયામાં મળી જાય છે. જ્યારે વિયેટનામમાં પાણીની બોટલની કિંમત વિશે વાત કરીએ તો અહીં અડધા લિટરની પાણીની બોટલ 30,000 ડોંગ એટલે કે તમે અડધો લિટર પાણીની કિંમતમાં બે બીયરના ગ્લાસ ખરીદી શકો છો...
હવે જ્યારે પણ વેકેશનમાં આઉટ ઓફ ઈન્ડિયા ફરવા જવાનું વિચારો તો વિયેટનામનો પણ વિચાર ચોક્કસ કરો હં ને?