Thu Dec 11 2025

Logo

White Logo

અકસ્માત ઘવાયેલા શખસનું હૉસ્પિટલમાં મૃત્યુ: : બેદરકારી બદલ ત્રણ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ

1 day ago
Author: Yogesh D Patel
Video

થાણે: માર્ગ અકસ્માતમાં ઘવાયેલા શખસનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ બેદરકારી બદલ બદલાપુરની ખાનગી હૉસ્પિટલના ત્રણ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
આ પ્રકરણે તપાસ કર્યા બાદ 6 ડિસેમ્બરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) (બેદરકારીથી મૃત્યુ) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રવીણ સમજીસ્કર નામના શખસના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 28 નવેમ્બરે મોટરસાઇકલ પરથી પડી જવાથી પ્રવીણને ગંભીર ઇજા થઇ હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

હોસ્પિટલના ત્રણ ડૉક્ટરે પ્રવીણના પરિવારને જણાવ્યું હતું કે તેના જડબામાં થયેલી ઇજાઓ માટે તેની સર્જરી કરાવવી પડશે. જોકે સારવાર દરમિયાન પ્રવીણનું મૃત્યુ થયું હતું. 
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)