Wed Jan 07 2026

Logo

White Logo

અરાઉન્ડ ધ વર્લ્ડ: : જાપાનીઝ ઇતિહાસ જ નહીં, માણસાઇનો પણ અનુભવ કરાવતો હિમેજી કાસલ…

Himeji Castle   3 days ago
Author: Mumbaisamachar Team
Video

પ્રતીક્ષા થાનકી

જાપાનના સૌથી ખ્યાતનામ કિલ્લા હિમેજી પાસે જ્યારે કિલ્લાના ગાર્ડનની પરિક્રમા કરીને થાક્યાં ત્યાં અંદર જવા માટે ટિકિટ લેવાની ટિકિટ વિન્ડો આવી ગઈ. ડિઝાઈનર યુકી સાથે વાતો કરવામાં અને હિમેજીના રસ્તે મળતી વાનગીઓ ચાખવામાં ત્યાં જવાનું મુખ્ય પ્રયોજન તો અમે ભૂલી જ ગયાં. હિમેજી લોકો માત્ર તેનો કિલ્લો જોવા જ જાય છે. સફેદ કિલ્લાની સ્પષ્ટ ડિઝાઈન, તેની માવજત, તેના છેડા પર જડેલાં શિલ્પો, બધું જોઈને લાગતું હતું કે અહીં અંદર જવાની પણ એટલી જ મજા આવશે.

દૂર ટે્રન સ્ટેશન પાસેથી કિલ્લો કોઈ ટેકરી પર હોય તેવું લાગતું હતું. પાસે પહોંચ્યા પછી ખાતરી થઈ ગઈ કે તેને ટેકરી નહીં અઢળક લેયર પર બનાવવામાં આવ્યો છે. તેનું મુખ્ય સ્વરૂપ ઘણા માળ પછી શરૂ થાય છે. ટિકિટ બારી પર અમે અંગ્રેજી ગાઈડેડ ટૂરનો સમય પૂછવા ગયાં તો ખબર પડી કે હવે પછીની અંગ્રેજી ગ્રુપ ટૂર છેક સાંજે હતી. અમે પાંચ-છ કલાક તો ત્યાં રહેવાનાં ન હતાં. એવામાં થોડી વાર માટે તો આસપાસમાં જાતે જ નજર નાખી અંદરનો માહોલ જોઈને કલાકમાં પાછાં ફરી જઈશું એમ વિચારેલુંં, પણ કુદરતને અને હિમેજીને કંઈક ઓર જ મંજૂર હશે. ટિકિટ બારી પર બેઠેલાં ભલા બહેને એન્ટ્રન્સના દરવાજાની અંદર ઊભા રહેલા એક કાકા તરફ આંગળી ચીંધી કહ્યું, એ તમારી મદદ કરશે.

સમય આવી ગયો હતો જાપાનના પ્રાઇવેટ ગાઈડની એફિશિયન્સી તપાસવાનો. અમે આ વિષય પર ઘણું વાંચેલું અને વાતો પણ સાંભળેલી કે જાપાનમાં રિટાયર્ડ લોકો આ પ્રકારના કામમાં લાગી જતાં હોય છે. ક્યાંક ગાઇડ તરીકે વોલિન્ટિયર કરે તો ક્યાંક કોઈ પણ પ્રકારનું કામ કરી આપવા માટે કલાક દીઠ ચાર્જ લઈને પોતાની જાતને શક્ય હોય ત્યાં સુધી સમાજના એક્ટિવ મેમ્બર બનાવી રાખવા પ્રયત્નશીલ રહે.

જાપાનની ઘણી એવી વેબસાઇટ્સ છે જ્યાંથી આ પ્રકારની સેવા પહેલેથી જ બુક કરાવી શકાય. અને બાકી અમને મળી ગયા તેમ વોલિન્ટિયર ગાઈડ તો ઠેર ઠેર મળી જ જતા હોય છે. અમને મળેલા અડાચી-સાન બાજુમાં જ કોફે શહેરમાં રહે છે અને ત્યાં જ સ્કૂલમાં હિસ્ટ્રી શિક્ષક તરીકે રિટાયર થયા છે. હવે તેઓ સમય મળે ત્યારે હિમેજી કાસલ પર પ્રાઇવેટ ગાઈડ બનીને સેવા આપે છે. તે દિવસે તો કુદરતે ખાસ તેમને અમારા માટે જ મોકલેલા. સાંજે તેમને કોઈ મિત્રની ફેરવેલ પાર્ટીમાં પાછું કોબે જવાનુું હતું. તેઓ બપોરે જમીને માત્ર એકાદ-બે મુલાકાતીઓને મળી શકે તે ઇચ્છાથી ટે્રન લઈને જ કોબેથી હિમેજી આવેલાં.

અડાચી-સાન જાણે વર્ષોથી અમને ઓળખતા હોય અને સીધા અમારા દાદાજી હોય એવી રીતે વાર્તાઓ કરવામાં પડી ગયા. જાપાનીઝ કલ્ચરની ઘણી ખાસિયતો છે, પણ ત્યાંનાં લોકો તેમનું દરેક કામ પૂરી નિષ્ઠાથી કરે છે તે અમે ઘણું નજીકથી જોઈ રહૃાાં હતાં. તેમણે કિલ્લાના દરેક ખૂણે અમને ફેરવ્યાં, ઘણા જાપાનીઝ અક્ષરોના અર્થ પણ સમજાવ્યા. અને એડો રાજાઓની પેઢીઓમાં ક્યારે કોણ ક્યાં રહેતું હતું, કઈ લડાઈ પછી કયો કિલ્લાનો ભાગ બંધાવવામાં આવ્યો, કઈ રાણીનો રિજન પર ઘેરો પ્રભાવ રહ્યો છે, બધું એક પછી એક અમારી સામે આ પૌરાણિક બાંધકામને જીવંત બનાવતું ગયું.

અમે તેમને જે પણ પ્રશ્ન પૂછતાં તેનો ધીરજથી જવાબ મળતો. દરેક વ્યૂ પોઈન્ટ પર ફોટા પણ પાડી આપતા. બસ, તેઓ પોતે ફોટામાં આવવાનું પસંદ ન કરતા. તેમણે જ અમને જાપાનીઝ શ્રાઇન પાસે સાચી રીતે પ્રાર્થના કરતાં પણ શીખવ્યું. તેમણે હિમેજીને કઈ રીતે છેલ્લાં પચાસ વર્ષોમાં બદલાતાં જોયું છે તે પણ વાત કરી.

એટલું પૂરતું ન હોય તેમ તેમણે અહીંની ખ્યાતનામ ભૂતકથાઓ પણ કિલ્લાના ઇતિહાસ સાથે વણી લીધી હતી. આમ પણ જાપાનને ભૂતકથાઓ અને સુપરનેચરલ, ફેન્ટસી વાર્તાઓનો ચસ્કો છે જ. આ પહેલાં માન્ગા મ્યુઝિયમથી માંડીને કાવાગુચિકોના પહાડો સાથે જોડાયેલી લોકવાયકાઓમાં ઘણી વાર જાણવા મળી ચૂક્યું હતું.

હવે આ પૌરાણિક કિલ્લામાં થોડા રૂમ તો હોન્ટેડ હોય તે જરાય નવાઈની વાત ન હોઈ શકે. એડો સમયગાળા દરમ્યાન ત્યાંની માનીતી પ્રિન્સેસનું અણધારી કતલ થઈ ગઇ હતી. સ્વાભાવિક છે, તેના મોતના પડઘા હજી પણ વાર્તાઓમાં સંભળાયા કરે છે.

મજાની વાત છે, તેઓ કદી ભારત નથી આવ્યા અને અહીંનાં લોકોને માત્ર ત્યાં હિમેજી આવતાં મુલાકાતીઓ મારફતે જ ઓળખે છે. તેઓ જર્મની જઈ ચૂક્યાં છે. અમારી બંને હોમ કંટ્રી માટે તેમને ઘણું માન હોય તેવું લાગ્યું. વળી તેઓ માથા તરફ ઇશારો કરીને કહે, તેમને ભારતનાં લોકો હંમેશાં ઇન્ટેલિજન્ટ લાગે છે. તેમની સાથે કિલ્લામાં ત્રણેક કલાક તો ક્યાંય વીતી ગયા. આ કિલ્લાએ તો અડાચી-સાન કરતાં પણ વધુ જમાના જોયેલા. ગઈ સદીનાં બંને વિશ્વયુદ્ધ દરમ્યાન પણ આ કિલ્લો સાબૂત બચી ગયો હતો. તેને જાપાનમાં આવેલા ભૂકંપ પણ ખાસ નુકસાન પહોંચાડી શક્યા નથી. એક રીતે…