Sat Dec 13 2025

Logo

White Logo

ભારતીય ચલણી નોટની પ્લેટની કોપી કરવી કે ચોરી કરવી કેટલું સરળ? : જાણો RBI શું કહે છે...

19 hours ago
Author: Darshana Visaria
Video

હાલમાં જ્યાં જુઓ ત્યાં રણવીર સિંહ, અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ ધુરંધરની જ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ જો તમે જોઈ હશે તો તમને ખ્યાલ હશે તે તેમાં એક સીનમાં દેખાડવામાં આવ્યું છે કે ભારતીય ચલણી નોટ પ્રિન્ટ કરવાની પ્લેનની કોપી કરીને તેને પાકિસ્તાન મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે શું ઈન્ડિયન કરન્સી પ્લેટની કોપી કરવી કે તેની ચોરી આટલું સરળ છે, જેટલું ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે? જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો હોય તો ચાલો તમને આજે આ વિશે જણાવીએ... 

કરન્સી નોટની પ્લેટની સિક્યોરિટી

ફિલ્મમાં જેટલી સરળતાથી ભારતીય ચલણી નોટ છાપવાની પ્લેટની કોપી અને ચોરીની ઘટનાને દેખાડવામાં આવી છે હકીકતમાં એ એટલું સરળ નથી હોતું. આ પાછળનું કારણ કે એટલે આ પ્લેટને ખૂબ જ સુરક્ષિત રીતે સતત સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. આ માટે એક આખી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેના વિશે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું. 

કોણ બનાવે છે કરન્સી નોટની પ્લેટ?

ભારતમાં ચલણી નોટ છાપવાની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCL) બંને સંસ્થાઓ વચ્ચે સરખે ભાગે વહેંચાયેલી હોય છે. આરબીઆઈ જ્યાં નોટનો કલર, ફિચર, ડિઝાઈન, સાઈઝ અને સિક્યોરિટી ફિચર નક્કી કરે છે ત્યાં એસપીએમસીઆઈએલ બધું નક્કી થયા બાદ કરન્સી પ્લેટ તૈયાર કરીને તેની પેપર પ્રિન્ટ કાઢે છે. આ એસપીએમસીઆઈએલમાં જ પાસપોર્ટ, સિક્કાઓ અને ટપાલ ટિકિટ પણ છપાય છે. 

ક્યાં અને શું છે આ કરન્સી નોટ પ્લેટ?
 

ફિલ્મ ધુરંધરમાં જે રીતે કરન્સી પ્લેટની કોપી કરવાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ઘટના દર્શાવવામાં આવી છે તે એટલી સરળ નથી હોતું કે અશક્ય હોય છે એવું કહીએ તો તેમાં ખોટું નથી. કરન્સી પ્લેટ એ એક ધાતુની પ્લેટ કોતરવામાં આવે છે, જેથી તેના પરથી પેપર પ્રિન્ટ કાઢી શકાય . આ જ કારણ છે કે આ કરન્સી પ્લેટ ખૂબ જ મહત્ત્વની હોય છે અને તે સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. 

વાત કરીએ આ કરન્સી પ્લેટ ક્યાં રાખવામાં આવે છે એની તો સરકારી પ્રેસમાં ખૂબ જ સિક્રેટ જગ્યાએ રાખવામાં આવે છે. ખુબ જ લિમિટેડ અને પરમિશન હોય એવા લોકોને જ પ્લેટ સુધીનું એક્સેસ મળે છે. પ્રેસમાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. કેમેરા, બાયોમેટ્રિક, સિક્યોરિટી ગાર્ડ્સ અને હાઈટેક સિક્યોરિટી ટેક્નોલોજીની વોચ હેઠળ આ પ્લેટ્સ રાખવામાં આવે છે. જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે તક્યારે એક પ્રોટોકોલ હેઠળ સિક્રેટ સેલ્ફમાંથી કાઢવામાં આવે છે. 

સ્પેશિયલ મોનિટરિંગ થાય છે

આ કરન્સી પ્લેટને ખૂબ જ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને તેનું મોનિટરિંગ કરવામાં આવે છે. કઈ પ્લેટ ક્યારે કાઢવામાં આવી, કેટલો સમય બહાર રહી, તેને પાછી તિજોરીમાં ક્યારે મૂકવામાં આવી તમામ વાતની નોંધ લેવામાં આવે છે. આ પ્લેટ્સ પર ડિજિટલ, કેમેરા અને મેન્યુઅલી તમામ રીતે તેના પર વોચ રખાવમાં આવે છે. એક સમય સુધી જ આ પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. આ કામ પણ એક ચોક્કસ નિયમ હેઠળ કરવામાં આવે છે. 

સિસ્ટમ થઈ જાય છે એલર્ટ

અગાઉ જણાવ્યું એમ આ પ્લેટ્સ સુધીનું એક્સેસ ખૂબ જ લિમિટેડ લોકોને આપવામાં આવે છે. જો કોઈ બીજી વ્યક્તિ તેના સુધી પહોંચે છે કે પછી ચોરી થઈ જાય છે તો આખી સિસ્ટમને એલર્ટ પહોંચી જાય છે અને તપાસ હાથ ધરવામાં આવે છે. 

ટૂંકમાં કહીએ તો ફિલ્મોમાં જે બધુ દેખાડવામાં આવે છે તે સાચું જ હોય એવું જરૂરી નથી હોતું અને આ જ કારણ છે કે ફિલ્મો કે ટીવી સિરીયલમાં દેખાડવામાં આવતી તમામ વાતોને માની લેવાની જરૂર નથી.