નવી દિલ્હી : લોકસભામાં આજે મનરેગા યોજનાનું સ્થાન લેનારા વિકસીત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન બિલ 2025 રજુ કરવામાં આવ્યું છે. આ બિલને જી રામ જી' બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બિલ રજૂ કર્યું હતું. જોકે, બિલનો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વિરોધ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું તેમનું અપમાન છે. લોકસભામાં કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષી પક્ષોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ બિલનો વિરોધ કરતા કહ્યું કે તેમણે બિલ પાછું ખેંચવાની અથવા સંસદીય સમિતિમાં મોકલવાની પણ માંગ કરી છે.
આ બિલ રોજગારના અધિકારને નબળો પાડશે
પ્રિયંકા ગાંધીએ લોકસભામાં કહ્યું, નામ બદલવાની હેતુ સમજમાં નથી આવતો. તેમજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) એ ગરીબ લોકોને 100 દિવસના રોજગારનો અધિકાર આપ્યો હતો. આ બિલ આ અધિકારને નબળો પાડશે. સરકારે દિવસોની સંખ્યામાં વધારો કર્યો છે પણ વેતનમાં વધારો કર્યો નથી.
ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી લેવામાં આવ્યો
આ ઉપરાંત ગ્રામ પંચાયત નક્કી કરતી હતી કે મનરેગાનું કામ ક્યાં અને કયા પ્રકારનું હશે. પરંતુ આ બિલમાં હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે ક્યાં અને ક્યારે ભંડોળ પૂરું પાડવું. તેથી ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે. અમને આ બિલ દરેક રીતે ખોટું છે. તેમજ
મનરેગા ભંડોળમાં 90 ટકા અનુદાન કેન્દ્ર સરકાર તરફથી આવતું હતું. પરંતુ આ બિલ હવે મોટાભાગના રાજ્યોને ફક્ત 60 ટકા ભંડોળ પૂરું પાડશે. આ રાજ્યના અર્થતંત્ર પર નોંધપાત્ર અસર કરશે. આ બિલ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં વધારો કરે છે અને જવાબદારી ઘટાડે છે.
શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષના આરોપોને ફગાવ્યા
જયારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂરી આપવામાં આવી હતી. શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષના આરોપોને ફગાવી દેતા કહ્યું કે મહાત્મા ગાંધી આપણા હૃદયમાં રહે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર મહાત્મા ગાંધી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો પર આધારિત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે.