પ્રભાસ પાટણ: ધર્મ અને આસ્થાના વિષય પર અંબાણી પરિવાર સતત સમાચારમાં હોય છે. તીર્થસ્થળોની મુલાકાત લેવી, દાન આપવું વગેરે અંબાણી પરિવારના અંગ સમી બાબત બની ચૂકી છે. ત્યારે ગઇકાલે જ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હાજર રહ્યા હતા.
VIDEO | Somnath, Gujarat: Reliance Group Chairman Mukesh Ambani, along with his wife Nita Ambani and son Anant Ambani, visited the Somnath Temple to offer prayers.
— Press Trust of India (@PTI_News) January 2, 2026
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/DukD9nIfeM
અંબાણી પરિવારે ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને જલાભિષેક કર્યો હતો. તેમણે 'શિવાર્પણ' તરીકે રૂ. ૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું. તે સિવાય તેમણે બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી. નવા વર્ષ ૨૦2૬ ના પ્રારંભની આસપાસ, અંબાણી પરિવારે આ અઠવાડિયે અન્ય એક મુખ્ય યાત્રાધામ દ્વારકાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન અને પ્રાર્થના કરી હતી.