(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે. ભરતી દરમ્યાન સાડા ચાર મીટર કરતા વધુ ઊંચા મોજાં ઉછળશે. તેથી આ સમય દરમ્યાન મુંબઈગરાએ દરિયાકિનારા પાસે જવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.
ગુરુવાર, ચાર ડિસેમ્બરથી રવિવાર સાત ડિસેમ્બર સુધી સળંગ ચાર દિવસ દરિયામાં મોટી ભરતી છે અને મોજાં સાડા ચાર મીટર કરતા ઊંચા ઉછળશે, તેમાં શનિવાર, છ ડિસેમ્બરના મોટી ભરતી છે. એ દિવસે રાતના ૧૨ વાગીને ૩૯ મિનિટે દરિયામાં ૫.૦૩ મીટર કરતા પણ ઊંચા મોજા ઉછળશે. મોટી ભરતીના ચારેય દિવસ નાગરિકોએ દરિયાની નજીક જવું નહી એવી અપીલ મુંબઈ મહાનગરપાલિકા સહિત મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
મોટી ભરતી શનિવાર છ ડિસેમ્બરના છે અને તેમાં પાછું એ જ દિવસે મહાપરિનિર્વાણ દિન હોવાથી મોટી સંખ્યામાં મુંબઈ બહારથી નાગરિકો દાદર શિવાજી પાર્કમાં આવતા હોય છે. તેથી તેઓ શિવાજી પાર્ક ચોપાટી પર જાય નહીં તેવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.
