મુખ્ય પ્રધાન ફડણવીસ અને મહારાષ્ટ્રના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પીઢ રાજકારણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને તેમના 85મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
‘વરિષ્ઠ નેતા શરદ પવારજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! તમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ!,’ એવા શબ્દોમાં ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પવારને શુભેચ્છાઓ પાઠવવા માટે ફોન કર્યો હતો અને એવી આશા વ્યક્ત કરી હતી કે એનસીપી (એસપી)ના વડા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યથી આશીર્વાદિત થાય. તેમણે કહ્યું હતું કે પવારનું માર્ગદર્શન બધાને લાભદાયક રહેશે.
શિંદેએ એવી શુભેચ્છા પાઠવી હતી કે પવાર ‘વર્ષોની સદી પૂર્ણ કરે’ ઘણા દાયકાઓથી જાહેર જીવનમાં તેમના યોગદાનને પ્રકાશિત કરે છે. શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ એક્સ પર એક પોસ્ટ દ્વારા પવારને તેમના જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
બીજી તરફ રાજ્યના વરિષ્ઠ નેતાઓ સવારથી જ મુંબઈના વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં તેમને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ એનસીપીના કાર્યકરો અને નેતાઓને મળવા શરદ પવાર પોતે વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં હાજર રહ્યા હતા.