Thu Jan 01 2026

Logo

White Logo

ઉંબરા વિશેના આ નિયમો નથી જાણતા : તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ…

3 weeks ago
Author: Darshana Visaria
Video

વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉંબરાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે આપણે ત્યાં ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે. ઉંબરા માટે એવું પણ કહેવાય છે કે તે ઘરનું પ્રવેશદ્વાર છે જ્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને એનર્જી આવે છે. આ જ કારણસર ઉંબરાનું વાસ્તુ એકદમ ઠીક હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઉંબરા સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યું છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે સ્ટોરીમાં નિયમો વિશે જ વાત કરીશું.

વાસ્તુશાસ્ત્રમાં ઉંબરાનો સંબંધ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. જેને કારણે આપણા વડીલો આપણને ઉંબરા પર પગ નહીં મૂકવાની સલાહ આપે છે. જે રીતે આપણે મંદિરમાં પ્રવેશતી વખતે પ્રવેશદ્વારને સ્પર્શન કરીને આશિર્વાદ લઈએ છીએ એ જ રીતે ઘરના ઉંબરાનો પણ અનાદર ના કરવો જોઈએ.

ઘરના ઉંબરા વિશે વાત કરીએ તો એવી માન્યતા છે કે ઉંબરો એ ઘરનો પ્રવેશદ્વાર છે અને એટલે જ ત્યાંથી સકારાત્મક અને નકારાત્મક એનર્જી ઘરમાં પ્રવેશે છે. બહાર જતી વખતે ક્યારેય ઉંબરા પર પગ ના મૂકવો જોઈએ અને એને ક્રોસ કરીને જ બહાર નીકળવું જોઈએ.

જો ઘર નવું બની રહ્યું હોય ત્યારે તો ઉંબરો લગાવવાના પણ કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે અને આ માટે જ્યોતિષાચાર્ય કે કોઈ મોટા ગુરુજીને આ વિશે ચોક્કસ પૂછવું જોઈએ. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારનો દિવસ ઉંબરો લગાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઉંબરો લગાવવા માટે જે રીતે વાર ખૂબ જ મહત્ત્વના છે એ જ રીતે તિથિનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. પ્રતિપદા પર ઉંબરો લગાવવાથી દુઃખ, તૃતિયા પર ઉંબરો લગાવવાથી રોગ, ચતુર્થી પર ઉંબરો લગાવવાથી કુળનો નાશ, છઠના દિવસે ઉંબરો લગાવવાથી ધનહાનિ, દશમી અને પૂર્ણિમા તેમ જ અમાસ પર ઉંબરો લગાવવાથી શત્રુઓના સંખ્યામાં વધારો થાય છે.

અગાઉ જણાવ્યું એમ ઘરના ઉંબરાનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે એટલે તે ઘરનું એક પૂજનીય સ્થાન જણાય છે. વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઉંબરો હંમેશા સાફ-સુથરો રાખવો જોઈએ. હંમેશા લાકડામાંથી બનાવવામાં આવેલો ઉંબરો શુભ માનવામાં આવે છે અને જો તમે લાકડાનો ઉંબરો નથી બનાવવા માંગતા તો માર્બલનો ઉંબરો બનાવવો જોઈએ.