ચંદીગઢઃ ચંદીગઢનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાલુ બાઈકમાં ધોરણ 11ની વિદ્યાર્થિની સાથે છેડતી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપી બાઈક ટેક્સી ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે આરોપી શાહનવાઝ ઉર્ફે શાનૂને મનીમાઝરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ ચાલુ બાઈકમાં વિદ્યાર્થિનીને અનેક વખતે ખોટી રીતે ટચ કરીને અડપલા કર્યાં હતાં. આરોપી એક હાથથી બાઈક ચલાવતો હતો અને બીજા હાથથી અડપલા કરતો હતો. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીને ધમકાવી પણ હતી.
શાહનવાઝ નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો
આ સમગ્ર ઘટનાનો દીકરીએ પોતાના ફોનમાં વીડિયો બનાવી દીધો હતો. ત્યારે દીકરી અડપલા કરવાનું ના પાડતી હતી ત્યારે આરોપીએ તેને ધમકાવી હોવાનું પણ તેણે જણાવ્યું છે. દીકરીએ બાઈક રોકવા માટે કહ્યું તો આરોપીએ વધારે સ્પીડથી બાઈક ચલાવ્યું હતું. આરોપી તેને લઈને ખૂબ જ દૂર ચાલ્યો ગયો હતો. દીકરી વારંવાર વિરોધ કરી રહી હોવાથી આરોપીએ બાઈકનો કંટ્રોલ ગુમાવી દીધો હતો. જેથી તે નીચે પડી ગઈ હતી. જ્યારે પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી બાઈક ત્યાંજ મકીને ફરાર થઈ ગયો હતો.
આરોપી સામે પરિવારે નોંધાવી હતી પોલીસ ફરિયાદ
વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી વિદ્યાર્થિની સાથે છેતડી કરી રહ્યો છે. આ વીડિયો બાઈક પાછળ બેઠેલી દીકરીએ જ બનાવ્યો હતો. આ વીડિયાના આધારે અને બાઈકના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, આ દીકરીએ રાઈડ માટે જે બાઈક બુક કરી હતી તેની જગ્યાએ બીજી બાઈક આવી હતી. આ પણ એક ગંભીર સવાલો કરે છે.
બુક કરેલી નહીં પરંતુ બીજી બાઈક લઈને આવ્યો હતો આરોપી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, વિદ્યાર્થિનીએ જે બાઈક ટેક્સી બુક કરી હતી તેનો નંબર UP20BW0762 હતો, એપમાં તે કાળા રંહની હોન્ડા સાઈન બાઈક હતી. પરંતુ જે બાઈક લેવા માટે આવી હતી તે બાઈકનો નંબર HP-36F9380 હતો. તેનો અર્થે એવો છે કે, આરોપી પોતાના બાઈક નહીં પરંતુ કોઈ બીજી બાઈક લઈને આવ્યો હતો. પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.