Wed Jan 07 2026

Logo

White Logo

સૂર્ય અને શુક્ર બનાવશે ખાસ યોગ, : ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

3 weeks ago
Author: Darshana Visaria
Video

2025ના વર્ષનો છેલ્લો મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે અને પાંચ દિવસ બાદ ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ખાસ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 16મી ડિસેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે અને 20મી ડિસેમ્બરના રોજ શુક્ર પણ આ જ રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને શુક્ર મળીને ખાસ યોગ બનાવશે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે અને ચાર દિવસ બાદ 20મી ડિસેમ્બરના રોજ શુક્ર પણ ધન રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જીવનમાં સફળતા પણ મળી રહી છે. ચાલો જોઈએ ખઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

તુલાઃ 
તુલા રાશિન જાતકો માટે શુક્ર અને સૂર્યની યુતિથી બની રહેલાં શુક્રાદિત્ય યોગને કારણે લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વારસાગત મિલકતથી પણ આ સમયે લાભ થશે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે કરેલાં રોકાણના ભવિષ્યમાં સારા પરિણામ મળી રહ્યા છે. નવી દુકાન કે બિઝનેસ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકોની સમસ્યાઓનો આ સમયે ઉકેલ આવી જશે. બિઝનેસ સંબંધિત કોઈ મુશ્કેલી દૂર થશે. ખર્ચમાં ઘટાડો થશે. આજે તમને એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થઈ રહી છે. પૈસા બચાવવામાં સફળતા મળશે જેને કારણે તમારા બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. કોઈ જૂના રોકાણથી તમને લાભ થઈ રહ્યો છે. બાકી રહેલાં પ્રોજેક્ટ પણ ઝડપથી પૂરા થઈ રહ્યા છે. સરકારી કામકાજમાં ગતિ આવશે. 

મેષઃ
મેષ રાશિના જાતકોને પણ આ સમયે આર્થિક લાભ થઈ રહ્યો છે. કોઈ પ્રવાસ પર જવાની શક્યતા છે. નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. મિત્રો અને સંબંધી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો અંત આવશે. ઉતાવળે કોઈ નિર્ણય લેવાથી બચો. સ્વાસ્થ્યને લઈને બિલકુલ બેદરકારી ના દેખાડશો. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે પણ શુક્ર અને સૂર્યની યુતિથી બની રહેલો શુક્રાદિત્ય યોગ શુભ પરિણામો આપશે. આ સમયે આ રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે. લાંબા સમયથી કોઈ કામ અટકી પડેલું હશે તો તે પણ પૂરું થશે. કોઈ ટૂંકી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.