Mon Dec 08 2025

Logo

White Logo

સિમોન ટાટાના અંતિમ સંસ્કાર : રતન ટાટાની સાવકી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારના સભ્યો અને મિત્રો કોલાબા ચર્ચમાં ભેગા થયા

1 day ago
Author: Vipul Vaidya
Video

મુંબઈ: ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની માતા અને રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટાના અંતિમ સંસ્કાર માટે શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ કોલાબાના કેથેડ્રલ ઓફ ધ હોલી નેમ ચર્ચ ખાતે પરિવારના સભ્યો અને મિત્રો એકઠા થયા હતા.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મુંબઈના ચર્ચમાં અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેનારાઓમાં નોએલ ટાટા, માયા ટાટા, નેવિલ ટાટા, માનસી ટાટા, સૌરભ અગ્રવાલ (ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર), શાપૂરજી મિસ્ત્રી, પ્રવીર સિંહા (સીઈઓ ટાટા પાવર), નાદિર ગોદરેજ, હાફીઝ કોન્ટ્રાક્ટર, વગેરેનો સમાવેશ થતો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડિઓમાં પરિવાર અને મિત્રો એક અગ્રણી ઉદ્યોગપતિના નિધન પર પ્રાર્થના કરવા અને શોક વ્યક્ત કરવા માટે ભેગા થયા હોવાનું જોવા મળતું હતું. 
બ્યૂટી કેર પ્રોડક્ટ લેક્મેને ઘર-ઘરમાં પ્રખ્યાત બનાવનાર સિમોન ટાટાનું પાંચમી ડિસેમ્બરે 95 વર્ષની જૈફ વયે મુંબઈમાં નિધન થયું હતું. અહેવાલો અનુસાર, પાર્કિન્સન સાથે જોડાયેલી તબીબી ગૂંચવણો બાદ તેમનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું.