થાણે: નવી મુંબઈમાં 26 વર્ષના રિયલ એસ્ટેટ ડેવલપરના ફ્લેટમાં ઘૂસેલા ચાર જણે 13 લાખ રૂપિયાની સોનાની ચેન ચોરી હતી.
ડેવલપરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે તેના ડ્રાઇવર, બોડીગાર્ડ, નોકર તથા ભૂતપૂર્વ ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
નવી મુંબઇના ખારઘર વિસ્તારમાં રહેતો ફરિયાદી તેની માતા સાથે 30 નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલી ખાતે ગયો હતો અને 7 ડિસેમ્બરે પાછો ફર્યો હતો.
દરમિયાન ઘરમાં ડ્રોવરમાં રાખેલી 13.2 લાખ રૂપિયાની સોનાની ચેન ગાયબ હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં ફરિયાદીની ગેરહાજરીમાં તેના બેડરૂમમાં ચાર શકમંદ પ્રવેશતા નજરે પડ્યા હતા, એમ ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
ડેવલપરની ફરિયાદને આધારે પોલીસે મંગળવારે ચાર શકમંદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)